ઓપરેશન POKટ્રેન્ડિંગમનોરંજન

જવાનોના પાર્થિવ દેહના બદલે કરવામાં આવી હતી બોલિવૂડ અભિનેત્રીની માંગ, ભારતે કેવી રીતે આપ્યો જવાબ?

  • ઓપરેશન સિંદૂર પછી એક મિસાઇલની તસવીર પણ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ મિસાઈલનો સંબંધ બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી રવિના ટંડન સાથે છે

HD ન્યુઝ ડેસ્કઃ યુદ્ધવિરામ પછી હવે ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવ ઓછો થયો છે, પરંતુ ડિપ્લોમેટિક ફ્રંટ પર બંને દેશો વચ્ચેનું અંતર વધુ વધી ગયું છે. આ દરમિયાન ભારતીય સેનાને દેશના ખૂણે ખૂણેથી સમર્થન મળી રહ્યું છે. ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ આ અંગે પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ભારતીય સેના પર ગર્વ વ્યક્ત કરી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી એક મિસાઇલની તસવીર પણ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. આ મિસાઈલનો સંબંધ બોલિવૂડની સુપરસ્ટાર અભિનેત્રી રવિના ટંડન સાથે છે. આ મિસાઈલ પર બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનું નામ લખેલું છે. આ મિસાઈલ પર રવિના ટંડનનું નામ કેમ છે, તેનો ભારતીય સેના સાથે શું સંબંધ છે? રવિના ટંડને પોતે આ વિશે ખુલાસો કર્યો હતો.

રવિનાએ પોતે કરી વાત

હવે અમે તમને વાયરલ થઈ રહેલા મિસાઈલના ફોટા વિશે જણાવીએ. આ મિસાઇલ પર બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડનનું નામ લખેલું છે અને તેના પર તીરથી વીંધાયેલ હૃદયનું પ્રતીક પણ છે. આ કોઈ એડિટેડ ફોટો નથી પણ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન તરફ છોડવામાં આવેલી મિસાઈલનો વાસ્તવિક ફોટો છે. એક મુલાકાતમાં રવિના ટંડને પોતે સ્વીકાર્યું હતું કે તે સમયે તેનું નામ લખેલી મિસાઈલ પાકિસ્તાન તરફ મોકલવામાં આવી હતી. રવિનાએ જણાવ્યું કે જ્યારે તે સેનાને ટેકો આપવા માટે કારગિલ ગઈ હતી, ત્યારે ત્યાં હાજર ઘણા સૈનિકો તેના ચાહકો હતા. તેમના પ્રેમ અને સમર્થનના પ્રતીક તરીકે, તેમના નામ અને હૃદય સાથે એક મિસાઇલ છોડવામાં આવી હતી.

જવાનોના પાર્થિવ દેહના બદલે કરવામાં આવી હતી આ બોલિવૂડ અભિનેત્રીની માંગ, ભારતે કેવી રીતે આપ્યો જવાબ? hum dekhenge news

શું હતો આખો મામલો?

આ ઘટના પાછળ એક રસપ્રદ અને કડવી વાર્તા છે. જ્યારે ભારતે પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના મૃતદેહ પરત કરવા કહ્યું, ત્યારે ત્યાંથી આ વિચિત્ર પ્રતિક્રિયા આવી હતી. એવું કહેવાય છે કે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફ રવીના ટંડનના મોટા ચાહક હતા અને તેમના તરફથી માંગ હતી કે, ‘રવીના ટંડનને મોકલો, પછી અમે સૈનિકોના મૃતદેહ પાછા આપીશું.’ આ નિવેદનના જવાબમાં ભારતીય વાયુસેનાએ રવીના નામની મિસાઇલ છોડી અને તેના પર લખ્યું હતું, ‘રવીના ટંડન તરફથી નવાઝ શરીફને.’

આ તસવીર લેહના વોર મ્યુઝિયમમાં ઉપલબ્ધ છે

રવીનાએ કહ્યું કે તેને ગર્વ છે કે તે ઈતિહાસનો ભાગ બની છે. તેણે એમ પણ કહ્યું કે આ મિસાઈલના ચિત્રો ગુલમર્ગ અને લેહના યુદ્ધ સંગ્રહાલયોમાં પણ હાજર છે. જોકે રવીનાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે યુદ્ધનું સમર્થન કરતી નથી. ‘જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે, ત્યારે પગલાં લેવા જરૂરી છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી યુદ્ધ ટાળવું જોઈએ.’ બંને તરફના સૈનિકોના બલિદાન સરખા છે. તેમનું લોહી પણ લાલ છે, ફક્ત નામ અને માન્યતા અલગ છે.

આ પણ વાંચોઃ ભારત-પાક. તણાવ વચ્ચે થાઈલેન્ડ જતા ટ્રોલ થઈ ભારતી સિંહ, કોમેડિયને રડતા રડતા વીડિયો બનાવ્યો!

Back to top button