ભારત-પાક. તણાવ વચ્ચે થાઈલેન્ડ જતા ટ્રોલ થઈ ભારતી સિંહ, કોમેડિયને રડતા રડતા વીડિયો બનાવ્યો!

- હવે આ ટ્રોલિંગનો જવાબ આપતા કોમેડિયનએ સ્પષ્ટતા કરી છે કે તે થાઈલેન્ડ કેમ ગઈ હતી. કારણ સમજાવતી વખતે તે તેના બ્લોગમાં રડવા લાગી હતી
HD ન્યુઝ ડેસ્કઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન કોમેડિયન ભારતી સિંહ થાઈલેન્ડની મુલાકાત લેવા બદલ ભારે ટીકાનો સામનો કરી રહી છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં તેની પર દેશમાં ચાલી રહેલા આ તણાવપૂર્ણ સંકટ દરમિયાન રજાઓનો આનંદ માણવાનો આરોપ લગાવાયો છે. હવે આ ટ્રોલિંગનો જવાબ આપતા કોમેડિયનએ સ્પષ્ટતા કરી છે કે તે થાઈલેન્ડ કેમ ગઈ હતી. કારણ સમજાવતી વખતે તે તેના બ્લોગમાં રડવા લાગી હતી.
ભારતી સિંહે થાઈલેન્ડ જવાનું કારણ જણાવ્યું
તેની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયો વ્લોગમાં ભારતી ભારત-પાકિસ્તાન કટોકટી વચ્ચે થાઈલેન્ડમાં રજાઓ ગાળવા માટે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. તે કઠોર ટિપ્પણીઓ વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. ભારતી સિંહે વીડિયોમાં જણાવ્યું કે તે હાલમાં બેંગકોકમાં છે. તેણે કહ્યું કે, હું બધાને સ્પષ્ટ કરવા માંગુ છું કે હું અહીં કામ માટે આવી છું, વેકેશન માટે નહીં. અમારે 10 દિવસનું શૂટિંગ હતું, અને અમે 3-4 મહિના પહેલા આ પ્રોજેક્ટ માટે કમિટમેન્ટ આપ્યું હતું. તેમાં ઘણી તૈયારી કરવામાં આવી છે, અને છેલ્લી ઘડીએ કંઈક છોડી દેવું એ પ્રોફેશનલ નથી.
તેમણે કહ્યું કે આ વધતા સંકટ દરમિયાન તેમનો પરિવાર અમૃતસરમાં તણાવનો સામનો કરી રહ્યો છે. જોકે તેણે જણાવ્યું કે તેનો પરિવાર સુરક્ષિત છે અને તેને ભારત સરકાર પર વિશ્વાસ છે. આ દરમિયાન તે ભાવુક થઈ ગઈ અને રડતા રડતા તેણે જણાવ્યું કે કેવી રીતે લોકો તેના અને તેના પરિવાર વિશે ખરાબ વાતો કરી રહ્યા છે. કોમેડિયને દુઃખદ ટિપ્પણીઓ પણ શેર કરી, જેમાં યુઝર્સે લખ્યું કે તમને શરમ આવવી જોઈએ કે તમે થાઇલેન્ડમાં છો જ્યારે તમારો પરિવાર અમૃતસરમાં છે. બીજાએ લખ્યું કે દેશમાં તણાવ છે અને તમે થાઇલેન્ડમાં ફરો છો.
રડતા રડતા કોમેડિયને કહ્યું
ભારતીએ કહ્યું, હું તણાવમાં આવી જાઉં છું અને ખૂબ રડું છું અને આવી કઠોર ટિપ્પણીઓ મને અસર કરે છે. હું તેમને અવગણી શકતી નથી કારણ કે તમે લોકો મારા પરિવારનો એક ભાગ છો… ફરી એકવાર, હું કહેવા માંગુ છું કે મને મારા દેશ અને મારી સરકારમાં વિશ્વાસ છે. મારો પરિવાર જ મને મુશ્કેલ સમયમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે, કારણ કે કહેવત છે કે શો મસ્ટ ગો ઓન.
આ પણ વાંચોઃ ભારતીય સેના અને PM મોદીના પ્રશંસક બન્યા રજનીકાંતઃ ઓપરેશન સિંદૂરની સફળતા વખાણી












