વિકાસની વાસ્તવિકતા, આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં ગુજરાત ટોપ-10માં પણ નથી…

કોરોના વખતે આપણે જોઈ લીધું કે હેલ્થકેર સિસ્ટમની દૃષ્ટિએ આપણે ઘણા પછાત છીએ. આખા દેશની સ્થિતિ નબળી છે. રાજ્યવાર વાત કરીએ તો વ્યક્તિદીઠ આરોગ્ય પાછળ કરાતા ખર્ચમાં ગુજરાત ટોપ-10માં પણ નથી. નેશનલ હેલ્થ એકાઉન્ટ્સમાં આ અંગેના આંકડા રજૂ થયા છે.
આ રિપોર્ટમાં જણાવાયુ છે કે, સરકાર દ્વારા બજેટમાં ખર્ચના મોટા આંકડા રજૂ કરાતા હોય છે. પરંતુ હકીકતમાં વ્યક્તિદીઠ ગણતરી કરવામાં આવે ત્યારે બહુ ઓછી રકમ મળતી હોય છે. તેના કારણે જ્યારે મહામારી જેવી સ્થિતિ આવે ત્યારે રાજ્ય અને કેન્દ્ર બન્ને સરકાર નબળી પડે છે.
આ રિપોર્ટમાં વ્યક્તિદીઠ હેલ્થની બાબતમાં ક્યા રાજ્યોમાં સૌથી વધારે ખર્ચ થાય છે, તેની વિગતો આપી છે.એ મુજબ ગુજરાતનો વ્યક્તિદીઠ ખર્ચ 3949 રૃપિયા છે.
આ પણ વાંચો: પેટ ફૂલવું, ભૂખ ન લાગવી, થાક લાગવો, આ સંકેતો દર્શાવે છે કે તમારું પેટ ખરાબ છે
જ્યારે ટોપ-10 રાજ્યોની યાદી આ મુજબ છે
- કેરળ- 9871
- હિમાચલ પ્રદેશ – 6946
- મહારાષ્ટ્ર – 5467
- આંધ્ર પ્રદેશ – 4967
- કર્ણાટક – 4878
- પંજાબ – 4682
- બંગાળ – 4668
- હરિયાણા – 4642
- તમિલનાડુ – 4311
- તેલંગાણા – 4130












