ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેજસ્વી યાદવના દાવાને ચૂંટણીપંચે દસ મિનિટમાં જ તોડી પાડ્યો, કહ્યું આ રહ્યું તમારું નામ

નવી દિલ્હી, 02 ઓગસ્ટ, 2025ઃ The Election Commission Tejashwi Yadav બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીનું પુનરીક્ષણ (SIR)નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ અંતર્ગત ચૂંટણી પંચે શુક્રવારે (1 ઓગસ્ટ, 2025) મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ યાદીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) નેતા અને બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે તેમનું નામ નથી. તેમણે આ મુદ્દે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જોકે, ચૂંટણી પંચે દસ મિનિટમાં જ તેજસ્વીના દાવાનું ખંડન કરતાં ફેક્ટ-ચેક કર્યું અને તેમનું નામ મતદાર યાદીમાં હોવાનું જણાવ્યું.

તેજસ્વી યાદવે આજે શનિવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું, “ચૂંટણી પંચે જાહેર કરેલા પ્રથમ ડ્રાફ્ટમાં મારું નામ નથી. જ્યારે મેં મારું નામ ચેક કરવાનો પ્રયાસ કર્યો તો ‘નો રેકોર્ડ ફાઉન્ડ’નો સંદેશ આવ્યો. જો મારું જ નામ મતદાર યાદીમાં નથી, તો હું ચૂંટણી કેવી રીતે લડી શકું?” તેમણે આગળ કહ્યું, “ચૂંટણી પંચે 65 લાખ લોકોના નામ યાદીમાંથી કાપી નાખ્યા છે. શું આ લોકોને નોટિસ આપવામાં આવી? શું તેમને સમય આપવામાં આવ્યો? આ ડ્રાફ્ટ યાદી બતાવે છે કે ચૂંટણી પંચ અલગ ઈરાદાથઈ કામ કરી રહ્યું છે.”

તેજસ્વી યાદવે ફોડ્યો બોંબઃ બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં મારું જ નામ નથી!

જોકે તેજસ્વી યાદવના આરોપોના જવાબમાં ચૂંટણી પંચે તેમના દાવાનું ખંડન કર્યું છે. બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એક્સ હેન્ડલે તેજસ્વી યાદવનું નામ મતદાર યાદીમાં હોવાનું જણાવ્યું અને તેની વિગતો શેર કરી. પંચે જણાવ્યું કે તેજસ્વી યાદવનું નામ રાઘોપુર વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં નોંધાયેલું છે. આ સાથે પંચે એક ફોટો પણ શેર કર્યો જેમાં તેજસ્વીનું નામ, મતદાર ઓળખ નંબર અને અન્ય વિગતો દર્શાવવામાં આવી હતી.

ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું કે મતદાતાઓ 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2025 સુધી ડ્રાફ્ટ યાદીમાં કોઈપણ ભૂલ કે ગેરરીતિ અંગે દાવા કે આપત્તિ નોંધાવી શકે છે. પંચે એમ પણ જણાવ્યું કે જે મતદાતાઓના નામ યાદીમાં નથી, તેઓ https://voters.eci.gov.in અથવા ECINet એપ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત, તેઓ પ્રિન્ટેડ ફોર્મ ભરીને તેમના પરિવાર દ્વારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને સોંપી શકે છે અથવા વોટ્સએપ દ્વારા મોકલી શકે છે.

ચૂંટણી પંચે પોતાનો બચાવ કરતાં કહ્યું કે SIR પ્રક્રિયા પારદર્શી રીતે ચાલી રહી છે. પંચે જણાવ્યું કે બિહારમાં 7.89 કરોડ મતદાતાઓમાંથી 7.24 કરોડથી વધુ મતદાતાઓએ 24 જૂન, 2025 સુધી ગણના ફોર્મ ભર્યા હતા, જે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં લોકોની ભારે ભાગીદારી છે. પંચે એમ પણ કહ્યું કે નામ હટાવવાના કારણોમાં મતદાતાનું મૃત્યુ, સ્થાયી સ્થળાંતર અથવા એકથી વધુ સ્થળોએ નોંધણી શામેલ છે. આ ઉપરાંત, 1 જુલાઈ, 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા અથવા 1 ઓક્ટોબર, 2025 સુધી 18 વર્ષ પૂર્ણ કરનારા યુવા મતદાતાઓને ફોર્મ 6 દ્વારા નોંધણી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

VIDEO: હવે કુદરતી શક્તિને પડકારઃ જર્મન કંપનીએ શરીરને થીજાવી દઈને ભવિષ્યમાં ફરી જીવતા કરવાની ઑફર કરી!

 

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button