ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તેજસ્વી યાદવે ફોડ્યો બોંબઃ બિહારમાં સુધારેલી મતદાર યાદીમાં મારું જ નામ નથી!

પટણા, 02 ઓગસ્ટ, 2025ઃ Tejashwi Yadav બિહારમાં રાજદના નેતા તેજસ્વી યાદવે મતદાર યાદી અંગે મોટો દાવો કર્યો છે. તેજસ્વીના કહેવા મુજબ તેમણે યાદી તપાસી તો જાણવા મળ્યું કે મારું પોતાનું નામ જ નથી.

બિહારમાં હાલ મતદાર યાદીનું ગહન પુનઃપરીક્ષણ (SIR) થઈ રહ્યું છે. ચૂંટણી પંચે SIR હેઠળ મતદાર યાદીનો પ્રથમ ડ્રાફ્ટ ગઈકાલે (શુક્રવારે) જાહેર કર્યો છે. મતદાતાઓને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેથી તેઓ આ દરમિયાન મતદાર યાદીમાં પોતાના નામ સંબંધિત કોઈપણ દાવો કે સુધારો કરાવવા ઈચ્છતા હોય તો તે કરાવી શકે.

SIRના પ્રથમ ડ્રાફ્ટને લઈને બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો છે. તેમણે આ અંગે કહ્યું છે કે ચૂંટણી પંચના આ પ્રથમ ડ્રાફ્ટમાં તો મારું નામ પણ નથી. જ્યારે મેં મારું નામ ચેક કરવાનો પ્રયાસ કર્યો તો ત્યાં ‘નો રેકોર્ડ ફાઉન્ડ‘નો સંદેશ આવ્યો. હવે આવી સ્થિતિમાં જ્યારે મતદાર યાદીમાં મારું જ નામ નથી, તો હું ચૂંટણી કેવી રીતે લડી શકું?

VIDEO: હવે કુદરતી શક્તિને પડકારઃ જર્મન કંપનીએ શરીરને થીજાવી દઈને ભવિષ્યમાં ફરી જીવતા કરવાની ઑફર કરી!

તેજસ્વી યાદવે આગળ કહ્યું કે ચૂંટણી પંચે 65 લાખ લોકોના નામ કાપી નાખ્યા છે, તો શું પંચે આ લોકોને નોટિસ આપી છે? ચૂંટણી પંચે શું આ લોકોને સમય આપ્યો છે? આ ડ્રાફ્ટ યાદી જોયા પછી સ્પષ્ટ દેખાય છે કે પંચ કોઈ ઇરાદાથી રીતે કામ કરી રહ્યું છે. અમે ચૂંટણી પંચ પાસેથી જાણવા માંગીએ છીએ કે તે પારદર્શિતા કેમ જાળવી શકતું નથી. મારી સાથે કામ કરતા મારા ઘણા સ્ટાફનાં નામ પણ આ યાદીમાં નથી.

તેજસ્વી યાદવે માંગ કરી છે કે ચૂંટણી પંચે બૂથ લેવલ પર ડેટા આપવો જોઈએ. હાલમાં પંચે આ ડેટા વિધાનસભા ક્ષેત્રના આધારે જાહેર કર્યો છે. જે 65 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા છે, તેમનો કોઈ પત્તો નથી. હું માંગ કરું છું કે સુપ્રીમ કોર્ટ આ મામલે સ્વતઃ સંજ્ઞાન લઈને ચૂંટણી પંચ પાસેથી આ બધાનો જવાબ માંગે. આ સ્પષ્ટ છે કે આ પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિઓ થઈ છે. ચૂંટણી પંચે જણાવવું જોઈએ કે તેણે કયાં કારણોસર લોકોનાં નામ મતદાર યાદીમાંથી હટાવ્યા છે?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button