નેશનલહેલ્થ

અનેક મોટી બિમારીઓની દવા થઈ સસ્તી: 384 જેટલી દવાનું લિસ્ટ જાહેર

Text To Speech

મોટી મોટી બિમારીમાં લોકોને રસ્તી અને સરળતાથી જીવન જરુરી દવાઓ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે 384 દવાઓની એક મહત્વની યાદી જાહેર કરી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સામાન્ય લોકોને રાહત દરે આવશ્યક દવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે જરુરી દવાઓની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 384 જેટલી અનેક નાની મોટી બિમારીઓની દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

384 દવાઓમાં કઈ કઈ દવાઓ સામેલ
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નેશનલ લિસ્ટ ઓફ એસેન્સીયલ મેડિસિન્સ, 2022ની આજરોજને યાદી જાહેર કરી હતી. જે યાદીમાં 27 કેટેગરીની 384 દવાઓને સામેલ કરવામાં આવી છે. દવાઓની યાદી જાહેર કરતા માંડવિયાએ કહ્યું કે ઘણી એન્ટીબાયોટિક, વેક્સિન, એન્ટી કેન્સર ડ્રગ્સ અને બીજી ઘણી મહત્વની દવાઓ લોકોને વધારે રસ્તી મળશે અને દર્દીઓના ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે.

લોકોને દવાઓ હવે રાહત દરે મળી રહશે- માંડવિયા
માંડવિયાએ આજરોજને યાદી જાહેર કરતા કહ્યું છે કે આ દવાઓની યાદી જાહેર કરવા પાછળનો હેતુ સામાન્ય લોકોને સસ્તી દવાઓ આપવાનો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ પણ કહ્યું છે કે સામાન્ય લોકોને સસ્તી દવાઓ મળવી જોઈએ અને મોદીજીની આ વાતને ધ્યાનમાં રાખતા લોકોને સસ્તી દવાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવાયો
આ અંગેની યાદી જાહેર કર્યા બાદ સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે આ નિર્ણય ઘણી ચર્ચા વિચારણા બાદ જ લેવામાં આવ્યો છે. તેમજ આવશ્યક દવાઓની સુધારો વધારો કરવા અંગે જણાશે તો તે પણ આવનાર સમયમાં તે અંગે પણ યોગ્ય પગલા લેવામાં આવશે.

Back to top button