ટ્રેન્ડિંગનેશનલ

શું રેવંત રેડ્ડીએ ઇસ્લામ કબૂલ કરી લીધો છે? હિન્દુ દેવી-દેવતાઓ પર CM ના નિવેદનથી ભડકી BJP

CM રેવંત રેડ્ડીએ દેવી-દેવતાઓની સંખ્યા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું, “હિંદુ ધર્મમાં કેટલા દેવતાઓ છે? ત્રણ કરોડ? કેમ?” તેમના નિવેદન પછી તરત જ, ભાજપે મુખ્યમંત્રી પાસેથી માફીની માંગ કરી.

બુધવારે ગાંધી ભવનમાં તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિની એક મોટી બેઠક યોજાઈ હતી. આ દરમિયાન CM રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે, “હિંદુઓ કેટલા ભગવાનોમાં વિશ્વાસ કરે છે? શું ત્રણ કરોડ છે? આટલા બધા કેમ છે? કુંવારા લોકો માટે એક ભગવાન છે… હનુમાન. બે વાર લગ્ન કરનારાઓ માટે એક અલગ ભગવાન છે અને દારૂ પીનારાઓ માટે એક અલગ ભગવાન છે. મરઘીઓની બલિ આપવા માટે અલગ ભગવાન. દાલ-ચાવલ માટે પણ એક છે. દરેક સમુહનો પોતાનો એક ભગવાન છે. તેવી જ રીતે, દેવતાઓ પર કોઈ સર્વસંમતિ નથી.

શું રેવંત રેડ્ડીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે?

તેમણે આગળ કહ્યું, “કેટલાક કહે છે કે હું ભગવાન બાલાજીની પૂજા કરીશ, કેટલાક કહે છે કે હું હનુમાનની પૂજા કરીશ, કેટલાક કહે છે કે ના, હું અયપ્પા સ્વામી પાસેથી દીક્ષા લઈશ, કેટલાક કહે છે કે હું શિવની પૂજા કરીશ. આ બધું આપણે જોઈ રહ્યા છીએ ને?”

હિન્દુ દેવતાઓ અંગે રેવંત રેડ્ડીએ કરેલી ટિપ્પણીથી ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના લોકો ગુસ્સે ભરાયા છે. ભાજપ રેવંત રેડ્ડી સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ પણ મુખ્યમંત્રી પાસેથી બિનશરતી માફીની માંગ કરી છે. ભાજપના ભૂતપૂર્વ નેતા અને વર્તમાન ધારાસભ્ય રાજા સિંહે પૂછ્યું છે કે શું રેવંત રેડ્ડીએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે?

ભાજપ આજે રેવંત રેડ્ડી સામે વિરોધ કરશે

તેલંગાણા વિધાનસભામાં, ધારાસભ્ય રાજા સિંહે મુખ્યમંત્રીના આ નિવેદનની ટીકા કરી. રાજા સિંહે કહ્યું કે શું ઓવૈસી સાથે ગઠબંધન કરવાની સાથે સાથે રેવંત રેડ્ડીએ ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો છે. શું ABVP માંથી કોંગ્રેસમાં ગયા પછી તેમનું લોહી બદલાઈ ગયું? દરમિયાન, ભાજપ રાજ્ય એકમના પ્રમુખ એન. રામચંદ્ર રાવે રેવંત રેડ્ડીની ટિપ્પણીઓ સામે 3 ડિસેમ્બરે સમગ્ર તેલંગાણામાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું છે. કિશન રેડ્ડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણી માટે પ્રચાર કરતી વખતે કહ્યું હતું કે “કોંગ્રેસનો મતલબ મુસલમાન, અને મુસલમાનનો મતલબ કોંગ્રેસ.”

VHP એ શું કહ્યું?

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે કહ્યું કે ભાજપે જ્યુબિલી હિલ્સ પેટાચૂંટણી દરમિયાન ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસ અથવા BRS (ભારત રાષ્ટ્ર સમિતિ) જીતશે તો હિન્દુઓ પોતાનો આત્મસન્માન ગુમાવશે. તેમણે કહ્યું કે રેવંત રેડ્ડીની ટિપ્પણી પછી ભાજપની ચેતવણી સાચી સાબિત થઈ.

રેવંત રેડ્ડીને તેમના નિવેદન બદલ હિન્દુ સંગઠનોના રોષનો સામનો પણ કરવો પડ્યો છે. વિશ્વ હિન્દુ રક્ષા પરિષદે રેડ્ડી પાસેથી બિનશરતી માફીની માંગ કરી છે.

આ પણ વાંચો: યુપીમાં ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, લખનૌ ઝૂંપડપટ્ટીમાં તપાસ શરુ

Back to top button