હવે જન્મદિવસ ભૂલવાની ચિંતા નહીં, WhatsApp લાવી રહ્યું છે ખાસ ફીચર
WhatsApp New Feature : વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp (વોટ્સએપ) યુઝર્સના ચેટિંગ એક્સપિરિયન્સને વધુ શાનદાર બનાવવા માટે સતત નવા ફીચર્સ પર કામ કરતું રહે છે. હવે કંપની એક એવા ખાસ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે, જે તમને તમારા કોન્ટેક્ટ્સ (મિત્રો અને પરિવારજનો) ના જન્મદિવસની યાદ અપાવશે. એટલે કે હવે તમારે કોઈના બર્થડે યાદ રાખવાની કે ભૂલી જવાની ચિંતા નહીં રહે.
આ નવું બર્થડે ફીચર વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં જોવામાં આવ્યું છે. આ અપડેટ રોલ-આઉટ થયા પછી, જ્યારે પણ તમારા લિસ્ટમાં સામેલ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હશે, ત્યારે વોટ્સએપ તમને એપની અંદર જ એક ઇન-એપ નોટિફિકેશન (In-App Notification) મોકલશે.
એકસાથે જોવા મળશે બધાના જન્મદિવસ
રિપોર્ટ અનુસાર, કંપની માત્ર નોટિફિકેશન જ નહીં, પરંતુ એક નવું ડેડિકેટેડ સેક્શન (અલગથી લિસ્ટ) પણ લાવી શકે છે. આ સેક્શનમાં યુઝર્સના તમામ કોન્ટેક્ટ્સના આવનારા જન્મદિવસોની આખી યાદી એક જ જગ્યાએ જોઈ શકાશે.
મળતી માહિતી મુજબ, આ ફીચરને ઓન કરવા માટે કંપની કેટલાક દેશોમાં રેગ્યુલેટરી નિયમો હેઠળ યુઝર્સ પાસેથી મેળવેલા ડેટાનો ઉપયોગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વોટ્સએપે શરૂઆતમાં ઉંમરની ચકાસણી (Age Verification) કરવા માટે યુઝર્સની જન્મતારીખ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું, જેનો ઉપયોગ હવે આ ફીચર માટે થઈ શકે છે.
એન્ડ્રોઇડ પર ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
વોટ્સએપના દરેક નવા ફીચર પર નજર રાખતી પ્રખ્યાત વેબસાઇટ WABetaInfo એ આ આગામી ફીચરને સ્પોટ કર્યું છે. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં (બનાવટના તબક્કામાં) છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સુવિધા વોટ્સએપના લેટેસ્ટ Android Beta 2.26.27.3 અપડેટમાં જોવા મળી છે, પરંતુ હાલમાં આ બીટા ટેસ્ટર્સ માટે પણ ઉપલબ્ધ કરાઈ નથી. આગામી સમયમાં ટેસ્ટિંગ પૂરું થયા બાદ તેને તમામ સામાન્ય યુઝર્સ માટે વૈશ્વિક સ્તરે રોલ-આઉટ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો :હિમાચલમાં 15 જુલાઈ સુધી ભારે વરસાદનો કહેર, અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ
આ પણ વાંચો :બદલાતા વાતાવરણમાં તાવ-શરદીનો ભય! આ આયુર્વેદિક ઉપચાર કરશે મદદ












