ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Truecaller જુનું થયું, BSNL લાવી રહ્યું છે CNAP, 3-4 મહિનામાં શરૂ થશે સર્વિસ

Tech News: સરકારી માલિકીની ભારતીય ટેલિકોમ ઓપરેટર BSNL તેના યુઝર્સ માટે CNAP (કોલર નેમ પ્રેઝન્ટેશન) સેવાઓ લાવવા પર કામ કરી રહી છે. BSNL એ પહેલેથી જ સોલ્યુશનનો ઉપયોગ કરી દીધો છે અને હવે તે ઈંટીગ્રેશન ફેઝમાં છે. એક ઈન્ડસ્ટ્રી એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Vi) આવું કરનારી પ્રથમ કંપનીઓ છે. BSNL માટે સોલ્યુશનનો ઉપયોગ પહેલેથી જ કરવામાં આવ્યો છે અને ઝોન મુજબ ઈંટીગ્રેશનહવે ચાલુ છે.

ઈંટીગ્રેશનમાં થોડો સમય લાગશે.

એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે BSNL માટે CNAP નું સંપૂર્ણ રોલઆઉટ ઈંટીગ્રેશન પછી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થશે. એકવાર CNAP સેવા લાઇવ થઈ ગયા પછી ગ્રાહકો જોઈ શકશે કે તેમને કોણ ફોન કરી રહ્યું છે, ભલે કોલ કરનારનો નંબર તેમના ફોનમાં સેવ ન હોય. ખાનગી ટેલિકોમ ઓપરેટરો દ્વારા આ પહેલેથી જ અમલમાં મૂકવામાં આવ્યું છે.

CNAP સર્વિસમાં ક્યાંથી આવે છે નામ?

CNAP સર્વિસ એવી જ છે જેવી ટ્રુકોલર કસ્ટમર્સને આપે છે. ફરક માત્ર એટલો છે કે CNAP સેવા KYC પ્રક્રિયા દરમિયાન ડેટા એકત્રિત કરતી વખતે ઓપરેટરો દ્વારા જાળવવામાં આવેલા રેકોર્ડમાંથી નામો મેળવે છે. તેથી પ્રદર્શિત નામ સિમ કાર્ડ ખરીદતી વખતે ટેલિકોમ કંપનીઓને આપવામાં આવેલા નામ જેવું જ છે. તેથી આ સેવા વપરાશકર્તાઓને વધુ સચોટ નામની જાણકારી આપે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રુકોલર સહિતની થર્ડ-પાર્ટી એપ્લિકેશનો પહેલેથી જ ક્રાઉડસોર્સ્ડ ડેટા પર આધારિત સેવાઓ પૂરી પાડે છે, પરંતુ આ ડેટા ક્યારેક ખોટો હોઈ શકે છે. CNAP લોન્ચ કરવાનો નિર્ણય સ્પામ કોમ્યુનિકેશન અને કૌભાંડોના કારણએ લોકોનું ડિજિટલ એરેસ્ટ અને તેનાથી પૈસાનું નુકસાન આ કારણે લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગેસ બુકિંગ માટે 35 દિવસનો નિયમ માત્ર અફવા, પેટ્રોલિયમ મંત્રાલયે કરવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યું? 

Back to top button