WhatsApp પર અજાણી ફાઇલ ખોલતા પહેલાં આટલું જાણો
WhatsApp : WhatsApp આજે માત્ર મેસેજિંગ પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ જરૂરી દસ્તાવેજો, ફોટો, વીડિયો અને મહત્વપૂર્ણ ફાઇલો મોકલવા માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે. યૂઝર્સના આ જ વિશ્વાસનો દુરુપયોગ હવે સાયબર ગુનેગારો કરી રહ્યા છે. અગ્રણી સાયબર સિક્યોરિટી કંપની ક્વિક હીલ (Quick Heal Technologies) એ WhatsApp દ્વારા ફેલાવવામાં આવી રહેલા એક નવા અને જોખમી માલવેર અભિયાન અંગે તાકીદની ચેતવણી જારી કરી છે.
આ કાવતરામાં હેકર્સ એકદમ સામાન્ય દેખાતા દસ્તાવેજો (ડોક્યુમેન્ટ્સ)ના સ્વરૂપમાં ડિવાઇસને નુકસાન પહોંચાડતી ખતરનાક ફાઇલો મોકલી રહ્યા છે.
WhatsApp મારફતે કેવી રીતે ફેલાઈ રહ્યો છે માલવેર?
અહેવાલ મુજબ હેકર્સ નીચે મુજબની પદ્ધતિથી લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે.
એકાઉન્ટ હેક કરવું: સાયબર હુમલાખોરો સૌપ્રથમ કોઈ યૂઝરનું WhatsApp એકાઉન્ટ હેક કરીને પોતાના નિયંત્રણમાં લે છે.
ઓળખીતા બનીને મેસેજ: એકાઉન્ટ હેક થયા બાદ તેની કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ મિત્રો, સહકર્મચારીઓ કે વ્યાપારી સંપર્કોને શંકાસ્પદ ફાઇલો મોકલવામાં આવે છે.
વિશ્વાસનો દુરુપયોગ: મેસેજ કોઈ અજાણ્યા નંબર પરથી નહીં પરંતુ ઓળખીતી વ્યક્તિ તરફથી આવતો હોવાથી સામેવાળી વ્યક્તિ કોઈપણ શંકા વગર ફાઇલ પર વિશ્વાસ કરી તેને ઓપન કરી લે છે.
બિઝનેસ ડોક્યુમેન્ટનું રૂપ: હેકર્સ આ માલવેર ફાઇલને સામાન્ય ઓફિસ કે બિઝનેસ ડોક્યુમેન્ટ જેવો જ લુક આપે છે, જેથી સુરક્ષા સિસ્ટમ તેને સરળતાથી પકડી ન શકે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કોને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે?
ક્વિક હીલના રિપોર્ટ અનુસાર આ સાયબર અભિયાન હેઠળ ખાસ કરીને નીચે મુજબના પ્રોફેશનલ્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ ટીમના સભ્યો
કંપનીઓના ઉચ્ચ હોદ્દેદારો (સિનિયર એક્ઝિક્યુટિવ્સ)
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA)
નાના-મોટા બિઝનેસ ઓનર્સ
આવા લોકોના ફોન કે લેપટોપમાં નાણાકીય દસ્તાવેજો અને સંવેદનશીલ વ્યાપારી ડેટા સંગ્રહાયેલો હોય છે, જે ચોરી કરવો હેકર્સ માટે વધુ નફાકારક સાબિત થાય છે. સુરક્ષા સોફ્ટવેરને છેતરવા માટે હેકર્સ સતત પોતાના ફાઇલ ફોર્મેટ અને કોડિંગ પદ્ધતિઓ બદલી રહ્યા છે.
આ પણ વાંચો:PF નિયમોમાં મોટો ફેરફાર, લાખો કર્મચારીઓને થશે અસર
સાયબર ફ્રોડથી બચવા માટે જરૂરી સાવચેતી
ક્રોસ વેરિફિકેશન કરો: જો કોઈ પરિચિત વ્યક્તિ તરફથી અચાનક અણધારી કોઈ ફાઇલ કે દસ્તાવેજ આવે, તો તેને સીધો ઓપન કે ડાઉનલોડ ન કરો. પહેલાં તે વ્યક્તિને ફોન કરીને કે અન્ય માધ્યમથી ખાતરી કરો કે ફાઇલ તેમણે જ મોકલી છે કે નહીં.
ફોરવર્ડ ન કરો: અજાણી કે શંકાસ્પદ લાગતી ફાઇલને આગળ અન્ય ગ્રૂપ કે સંપર્કોમાં શેર કરવાનું ટાળો.
સિસ્ટમ અપડેટ: સ્માર્ટફોન અને કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ તેમજ એન્ટીવાયરસ/સિક્યોરિટી સોફ્ટવેરને હંમેશા લેટેસ્ટ વર્ઝન સાથે અપડેટ રાખો.
શંકાસ્પદ ફાઇલ ફોર્મેટ: જો ફાઇલનું નામ વિચિત્ર હોય, અસામાન્ય ફોર્મેટ દેખાતું હોય કે મેસેજનો સંદર્ભ અસહજ લાગે, તો તેને તુરંત ડિલીટ કરી દેવી હિતાવહ છે.
આ પણ વાંચો:OTT કન્ટેન્ટ પર કસાશે લગામ? RSS દ્વારા એક્સપર્ટ પેનલની રચના












