T20 World Cup 2026 : 12 ટીમ વચ્ચે રમાશે 33 મેચ, આ દિવસે શરુ થશે વર્લ્ડકપ, જુઓ શેડ્યૂલ

T20 World Cup 2026 : ક્રિકેટ જગતમાં હાલ IPLની ચર્ચા જોવા મળી રહી છે. તેના સમાપન બાદ બધાનું ધ્યાન મહિલા T20 વર્લ્ડ કપ તરફ ખેંચાશે. આ વર્ષે, ટુર્નામેન્ટની 10મી આવૃત્તિ ઇંગ્લેન્ડમાં રમાશે, જ્યાં 12 ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે. મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 33 મેચ રમાશે. છેલ્લી વખત ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, ભારતીય ચાહકોને આ વખતે ટીમ ઇન્ડિયા પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. તો ચાલો તમને જણાવીએ કે, ટુર્નામેન્ટ ક્યારે શરૂ થશે અને ટીમ ઇન્ડિયા તેની પહેલી મેચ ક્યારે રમશે.
એક જ ગૃપમાં હશે ભારત અને પાકિસ્તાન
આ વખતે મહિલા T20 વર્લ્ડ કપમાં 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ અને નેધરલેન્ડનો સમાવેશ થાય છે. ગ્રુપ Bમાં ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડનો સમાવેશ થાય છે. હવે સ્પષ્ટ થયું છે કે, ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ICC ટૂર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરશે. દરેક વ્યક્તિને આ હાઇ-વોલ્ટેજ મેચની આતુરતાથી રાહ જોશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ દિવસે ટીમ ઈન્ડિયા કરશે ટુર્નામેન્ટનો પ્રારંભ
ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મેચ 14 જૂનના રોજ પાકિસ્તાન સામે રમશે. 28 જૂન સુધી ટુર્નામેન્ટની તમામ લીગ રમાડવામાં આવશે અને તે બાદ 30 જૂનથી નોકઆઉટ મેચની જંગ શરુ કરવામાં આવશે. 30 જૂનના પહેલો સેમિફાઈનલ મેચ રમાશે તો 2 જુલાઈના બીજો સેમિફાઈનલ મેચ રમાશે અને 5 જુલાઈના ફાઈનલ મેચ રમાડવામાં આવશે.
અહીં જોઈ શકશો લાઈવ મેચ
આ ટૂર્નામેન્ટનું લાઈવ પ્રસારલ કરવાની જવાબદારી સ્ટાર સ્પોર્ટ્સ પાસે હશે. ફેંસ ટીવી પર આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ મેચ જોવા માટે સ્ટાર સ્પોર્ટ્સની મુલાકાત લઈ શકશે. આ સાથે જ જો તમે ઓટીટી પર મેચની મજા માણી શકશે તો જીયોહોટસ્ટારની એપની જરુર પડશે જેનું સબસ્ક્રિપ્શન તમારે લેવું પડશે.
આ પણ વાંચો : ગુજરાતનું એક એવું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે ગ્રામજનો, કોમ્યુનિટી લિવિંગનો કોન્સેપ્ટ આજે ખૂબ જરૂરી












