ગુજરાતટ્રેન્ડિંગ

‘તું મને બહું ગમે છે, તારા વગર રહી નહીં શકું’: વિધર્મીએ સગીર છોકરીને ફસાવી વારંવાર શરીરસુખ માણ્યું

સુરત, 20 નવેમ્બર 2025: ગુજરાતમાંથી ફરી એક વાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો હવે સુરત જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં એક ગામમાં વિધર્મીએ નામ બદલીને સગીરાને પ્રેમની જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ સગીરા જ્યારે ગર્ભવતી થઈ તો ગર્ભપાત પણ કરાવી નાખ્યો. આ ઘટનામાં બીજો એક મોટો ખુલાસો થયો છે કે એક મૌલવીએ આ બંનેના લગ્ન કરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર હકીકત સામે આવતા પોલીસ મથક સુધી આ મામલો પહોંચ્યો હતો.

સુરત જિલ્લાના એક ગામમાં વર્ષ 2016માં એક સગીરા એક સગીરના સંપર્કમાં આવી હતી અને સગીરે પોતે હિન્દુ છે અને પોતાનું નામ જેનિસ હોવાનું જણાવી દોસ્તી કરી હતી અને બાદમાં સગીરને પ્રપોઝ કરી કહ્યું કે, તું મને બહુ ગમે છે ,તારા વગર રહી નહી શકું, હું તને ખૂબ પ્રેમ કરું છે તેવું કહી વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ જઈને અવાર નવાર શરીર સબંધ બાંધ્યો હતો. જેને પગલે સગીરા ગર્ભવતી થઈ જતા બહારથી દવા લાવી ગર્ભપાત કરાવી દીધો હતો.

આ વ્યક્તિનું નામ જેનીશ નહી પણ અન્ય છે તેવું સગીરાને ખબર પડી ગઈ હતી. ત્યારે વિધર્મીએ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સગીરાનું ફૈઝા નામ ધારણ કરાવી ગાડીમાં બેસાડી અને દાઢીવાળા મૌલવી પાસે લઈ ગયો હતો. જ્યાં મૌલવીએ બન્નેના લગ્ન કરાવી દીધા હતા.

આમ સમગ્ર ઘટનાની જાણ મહુવા પોલીસને કરવામાં આવતા મહુવા પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને ઝડપી દાઢીવાળા અજાણ્યા મૌલવી ને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: શપથગ્રહણ સમારંભ: નીતિશ કુમારની સાથે 25 મંત્રીઓ પણ લેશે શપથ, જાણો કોણ કોણ બનશે મિનિસ્ટર્સ

Back to top button