સુરતઃ બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનું સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ

સુરત, 18 એપ્રિલ, 2025: 168 ચોર્યાસી વિઘાનસભા વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર 53 અંતર્ગત રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા અંદાજીત રૂપિયા 40 કરોડના ખર્ચે નવ નિર્મિત Budia and Gabheni vehicle underpass બુડિયા અને ગભેણી વ્હીકલ અંડરપાસનુ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના C.R. Patil વરદ હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે બ્રિજ માટે સ્થાનિક લોકોની માંગ હતી જે આજે પૂર્ણ કરવામાં આવી છે તે માટે કેન્દ્રીય મંત્રી નીતિનભાઇ ગડકરી સહિત અહીંના કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન.
કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રેઇન વોટરહાર્વેસ્ટીગ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરતાં જણાવ્યું કે આપણે સૌ એ વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે બોર બનાવવા જોઇએ. વરસાદનું પાણી જમીનમાં સ્ટોર કરવાથી તેની ગુણવતા જળવાઇ રહે અને ઓછા સમયમાં પાણી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હંમેશાં આપણને કહે છે કે જળ છે તો કલ છે અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં ઉતારવું જોઇએ.
આ કાર્યક્રમમાં રાજય સરકારના મંત્રી મુકેશભાઇ પટેલ, સુરત શહેરના મેયર દક્ષેશભાઇ માવાણી, સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવીનીબેન, ધારાસભ્યો- સંદિપભાઇ દેસાઇ, સંગીતાબેન પાટીલ, સુરત શહેર પ્રમુખ પરેશભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઇ પટેલ સહિત જીલ્લાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ યુનેસ્કોની મેમોરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ્ ગીતાનો સમાવેશ, નરેન્દ્ર મોદીએ ગણાવી ગર્વની ક્ષણ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












