યુનેસ્કોની મેમોરી ઑફ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ્ ગીતાનો સમાવેશ, નરેન્દ્ર મોદીએ ગણાવી ગર્વની ક્ષણ

નવી દિલ્હી, 18 એપ્રિલ 2025 : યુનેસ્કોએ ભારતના સાંસ્કૃતિક અને દાર્શનિક વારસાને ઐતિહાસિક માન્યતા આપી છે અને શ્રીમદ્ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં અંકિત કર્યા છે. આ માહિતી કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટર પર આપી હતી.
A proud moment for every Indian across the world!
The inclusion of the Gita and Natyashastra in UNESCO’s Memory of the World Register is a global recognition of our timeless wisdom and rich culture.
The Gita and Natyashastra have nurtured civilisation, and consciousness for… https://t.co/ZPutb5heUT
— Narendra Modi (@narendramodi) April 18, 2025
શેખાવતે પોસ્ટ પર લખ્યું “આ વૈશ્વિક સન્માન ભારતના શાશ્વત જ્ઞાન અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરે છે,”. હવે આપણા દેશના 14 રેકોર્ડ આ આંતરરાષ્ટ્રીય રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ગર્વની ક્ષણ ગણાવી
શેખાવતની પોસ્ટ X ને ફોરવર્ડ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ગર્વની ક્ષણ ગણાવી.
તેમણે લખ્યું, ‘દુનિયાભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ!’ યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ એ આપણા કાલાતીત શાણપણ અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રે સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપે છે.
આ પણ વાંચો : 90 દિવસ પછી વિશ્વની શું થશે હાલતઃ ભારતની વૃદ્ધિ પર સંકટ, યુએસ ટેરિફ પર મૂડીઝની ચેતવણી











