Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘રાજ્યોને રસ નથી…’ સેક્સ એજ્યુકેશના સિલેબસને લઈને દાખલ PIL પર સુપ્રીમ કોર્ટની ફટકાર

નવી દિલ્હીઃ 23 સપ્ટેમ્બર, 2025: Supreme Court: સરકારી મદદવાળી શાળાઓના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશન અને મહિલાઓ તથા બાળકો સામેના અપરાધો સંબંધિત કાયદાઓનો સમાવેશ કરવા સુપ્રીમ કોર્ટમાં એક PIL પર સુનાવણી થઈ હતી. આ દરમિયાન, કેટલાક રાજ્યોના પ્રતિનિધિઓ હાજર ન રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી. જજે કહ્યું કે, આ રાજ્યોને આ મુદ્દામાં રસ નથી, જેના કારણે આ બાબતોનો અમલ થઈ રહ્યો નથી.

હાજર ન રહેનાર રાજ્યોને ₹10,000નો દંડ

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, જે રાજ્યો હાજર રહ્યા નથી, તેમને જણાવી દો કે આગામી સુનાવણીમાં તેઓ હાજર નહીં રહે તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. કોર્ટે આ મામલે રાજ્યોને છેલ્લી તક આપી છે અને હવે આગામી સુનાવણી ગુરુવારે થશે.

‘યૌન શિક્ષણનું ફરજિયાત શિક્ષણ’

નોંધનીય છે કે, ભારતમાં શાળાઓના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશન અને જાતીય સતામણી અંગેના કાયદા ભણાવવા અંગે કોઈ નિયમ નથી. જોકે, NCERT જેવી સંસ્થાઓ તેમના અભ્યાસક્રમમાં સેક્સ એજ્યુકેશન સંબંધિત કેટલીક બાબતોનો સમાવેશ કરે છે, પરંતુ તે ફરજિયાત નથી. 2021માં ‘યૌન શિક્ષણનું ફરજિયાત શિક્ષણ’ બિલ સંસદમાં પસાર થયું હતું, પરંતુ તે હજુ સુધી કાયદો બન્યો નથી. આ બિલનો હેતુ બાળકોને સેક્સ એજ્યુકેશન અને તેમના અધિકારો વિશે ફરજિયાતપણે ભણાવવાનો છે.

આ પણ વાંચોઃ Yuvraj Singh: પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની ઈડીએ કરી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

આ પણ વાંચોઃ ‘મજાક અને માનહાનિમાં ફરક જરૂરી…’ ભાજપ નેતા ગૌરવ ભાટિયાની અરજી પર હાઇકોર્ટની ટિપ્પણી

Back to top button