Court કોર્ટ-કચેરી-ન્યાયતંત્રટ્રેન્ડિંગનેશનલ

‘મજાક અને માનહાનિમાં ફરક જરૂરી…’ ભાજપ નેતા ગૌરવ ભાટિયાની અરજી પર હાઇકોર્ટની ટિપ્પણી

નવી દિલ્હી: 23 સપ્ટેમ્બર, 2025: High Court: રાજકારણમાં રહેલા લોકોએ ‘જાડી ચામડીવાળા’ (thick-skinned) હોવા જોઈએ, પરંતુ મજાક અને માનહાનિ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. દિલ્હી હાઈકોર્ટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા ગૌરવ ભાટિયાની અરજી પર સુનાવણી કરતા આ ટિપ્પણી કરી હતી. હકીકતમાં ભાટિયાએ સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ અને ટિપ્પણીઓ દૂર કરવાની માંગ કરતી અરજી કરી હતી. જેના અનુસંધાને કોર્ટે આ ટિપ્પણી કરી હતી.

પહેલાં પણ આવી ચર્ચા થઈ ચૂકી છે

આ મામલો એક ટીવી ન્યૂઝ શો સાથે સંબંધિત છે, જેમાં ભાટિયા કથિત રીતે કુર્તા પહેરીને પેન્ટ/પાયજામા વિના જોવા મળ્યા હતા. ભાટિયાના વકીલે કોર્ટને જણાવ્યું કે, તેઓ શોર્ટ્સ પહેરી રહ્યા હતા અને કેમેરાના એંગલને કારણે તેમનો નીચેનો ભાગ દેખાઈ ગયો હતો. વકીલે દલીલ કરી કે, સોશિયલ મીડિયા પર આ તસવીરો ભાટિયાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે અને આ પોસ્ટ તાત્કાલિક હટાવવી જોઈએ.

કોર્ટે એક્સ-પાર્ટે આદેશ આપવાની કાળજી લેવા જણાવ્યું

જસ્ટિસ અમિત બંસલે જણાવ્યું કે, કોર્ટે કોઈપણ કેસમાં ‘એક્સ-પાર્ટે’ (એક પક્ષીય) આદેશ આપતી વખતે કોર્ટે ખૂબ સાવધાની રાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટે પણ આ અંગે નિર્દેશ આપ્યા છે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 25 સપ્ટેમ્બરના રોજ નક્કી કરી છે.

‘ફોટો ગોપનીયતાનું ઉલ્લંઘન નથી’

ભાટિયાના વકીલે દાવો કર્યો કે, ફોટો તેમના ઘરની ગોપનીયતામાં લેવાયો હતો. તેના જવાબમાં જજે કહ્યું, ‘તમે ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા, કોઈ તમારા ઘરમાં ઘૂસ્યું નહોતું.’ જોકે, જજે એ પણ સ્પષ્ટ કર્યું કે અશ્લીલ ટિપ્પણીઓ તાત્કાલિક હટાવવી પડશે.

આ પણ વાંચોઃ આકાશની વચ્ચોવચ ઉડી ગઈ ફ્લાઇટની છત, પરંતુ બચી ગઈ 94 જિંદગી… આ સત્ય ઘટના જાણીને ચોંકી જશો!

આ પણ વાંચોઃ શાહરૂખ-રાણી મુખર્જીને નેશનલ એવોર્ડ, મોહનલાલને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

Back to top button