ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, સેન્સેક્સ 239 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી 24,200ની નીચે બંધ

Stock Market: ભારતીય શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. IT અને બેન્કિંગ શેરોમાં વેચવાલીના દબાણને કારણે સેન્સેક્સ 239.16 પોઈન્ટ (0.31%) ઘટીને 77,470.11 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50.80 પોઈન્ટ (0.21%)ના ઘટાડા સાથે 24,187.70 પર બંધ રહ્યો. આ સાથે નિફ્ટી ફરી એકવાર 24,200ના મહત્ત્વના સ્તરની નીચે સરકી ગયો હતો.

બજારમાં HDFC Bank, Infosys, Reliance Industries, SBI અને TCS જેવા હેવીવેઇટ શેરોમાં નબળાઈ જોવા મળી હતી, જેના કારણે મુખ્ય ઈન્ડેક્સ પર દબાણ રહ્યું હતું. બીજી તરફ Shriram Finance, Bajaj Finserv, InterGlobe Aviation (IndiGo), Eicher Motors અને UltraTech Cement જેવા શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો FMCG, IT, Oil & Gas અને PSU Bank ઇન્ડેક્સમાં અંદાજે 0.5% સુધીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે Auto, Metal અને Realty સેક્ટરના શેરોમાં આશરે 0.5%નો વધારો જોવા મળ્યો હતો.

મિડકેપ અને સ્મોલકેપ શેરોએ મુખ્ય બજાર કરતાં સારું પ્રદર્શન કર્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં 0.2% અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.4%નો વધારો નોંધાયો હતો. વ્યક્તિગત શેરોમાં Maruti Suzukiનો શેર લગભગ 1% વધીને ₹13,645 પર બંધ થયો. દિવસ દરમિયાન શેરે ₹13,648.85ની ઊંચી અને ₹13,347.50ની નીચી સપાટી સ્પર્શી હતી.

બીજી તરફ Mahindra & Mahindra Financial Servicesએ જૂન ત્રિમાસિકમાં મજબૂત પરિણામ જાહેર કર્યા. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 75.3% વધીને ₹927.5 કરોડ થયો, જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) 18% વધીને ₹2,580 કરોડ પહોંચી. પરિણામે કંપનીનો શેર 3.15% ઉછળી ₹332.75 પર બંધ થયો. બજારની વ્યાપક સ્થિતિ મિશ્ર રહી હતી. દિવસ દરમિયાન આશરે 1,926 શેરોમાં તેજી, 1,894 શેરોમાં ઘટાડો, જ્યારે 145 શેરોમાં કોઈ ફેરફાર નોંધાયો નહોતો.

બજાર નિષ્ણાતોના મતે આગામી સત્રોમાં વૈશ્વિક બજારોની ચાલ કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ પર રોકાણકારોની નજર રહેશે.

આ પણ વાંચોઃ UMANG Appમાં હજુ EPFOની સર્વિસ બંધ, PF બેલેન્સ ચેક અને ક્લેમ માટે આ રીતે કરો કામ
Back to top button