ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ICC રેન્કિંગમાં 36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, બે ખેલાડીઓ ટોપ પર, ઈશાન કિશનની જોરદાર છલાંગ

Sports News: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટી હલચલ જોવા મળી છે. International Cricket Council (ICC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રેન્કિંગમાં ઘણા મોટા ફેરફાર થયા છે. સૌથી મોટી વાત એ છે કે 36 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો છે.

ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર Jasprit Bumrah અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર Matt Henry નંબર-1 સ્થાન પર પહોંચી ગયા છે. હેનરીએ છ નંબરની છલાંગ લગાવી છે. બુમરાહના રેંકિંગમાં કોઈ ફર્ક પડ્યો નથી. ઈશાન કિશને વનડે રેંકિંગમાં 21 અંકની છલાંગ લગાવી છે. ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભનમ ગિલને પણ ફાયદો થયો છે.

36 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડના બોલરે રચ્યો ઇતિહાસ

મેટ હેનરીએ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 6 સ્થાનની મોટી છલાંગ લગાવીને 870 રેટિંગ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સાથે તેઓ ન્યૂઝીલેન્ડના ત્રીજા એવા બોલર બન્યા છે, જેમણે ટેસ્ટમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ તરફથી Richard Hadlee અને જેક કાઉઈ નંબર-1 બની ચૂક્યા હતા. હવે 36 વર્ષ બાદ હેનરીએ આ યાદીમાં પોતાનું નામ જોડ્યું છે.

જો રૂટ ફરી બન્યા નંબર-1 બેટ્સમેન

ઈંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન Joe Rootએ પણ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં જોરદાર વાપસી કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ રૂટે 2 સ્થાનની છલાંગ લગાવી અને 871 રેટિંગ સાથે નંબર-1 સ્થાન કબજે કર્યું છે. ઈંગ્લેન્ડના હેરી બ્રુક 866 રેટિંગ સાથે બીજા સ્થાને છે.

ઈશાન કિશનની 21 સ્થાનની મોટી છલાંગ

ભારતીય વિકેટકીપર બેટ્સમેન Ishan Kishan માટે પણ આ રેન્કિંગ ખાસ રહી છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ ઈશાને વનડે બેટિંગ રેન્કિંગમાં 21 સ્થાનની મોટી છલાંગ લગાવી છે. હવે ઈશાન 516 રેટિંગ સાથે 43મા સ્થાન પર પહોંચી ગયો છે.

શુભમન ગિલ નંબર-1ની નજીક

ભારતીય ટીમના કેપ્ટન Shubman Gillને પણ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. વનડે બેટિંગ રેન્કિંગમાં ગિલ 3 સ્થાન ઉપર આવીને બીજા નંબર પર પહોંચી ગયો છે. ગિલની રેટિંગ 791 છે, જ્યારે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલ 815 રેટિંગ સાથે નંબર-1 પર છે. હવે ગિલની નજર ટોચના સ્થાન પર છે.

ક્રિકેટ ચાહકો માટે ICCની આ નવી રેન્કિંગમાં સૌથી મોટી ચર્ચા બુમરાહ-હેનરીની નંબર-1ની જોડી અને ગિલની નંબર-1 તરફની દોડ બની છે.

આ પણ વાંચોઃ FIFA World Cup 2026 : પોર્ટુગલ, ડીઆર કોંગો અને ઉઝબેકિસ્તાન કેવી રીતે કરશે ક્વોલિફાય?
Back to top button