સ્પોર્ટ્સ

ICC T20 રેન્કિંગ: ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માની લાંબી છલાંગ, સ્મૃતિ મંધાના ટોપ 5 માં યથાવત

ICC Women’s T20 Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા મહિલા T20 ખેલાડીઓની નવીનતમ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગમાં શ્રી ચરની બોલિંગ યાદીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. બીજી તરફ, ભારતની અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ એશિયા કપમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનના દમ પર રેન્કિંગમાં મોટો સુધારો નોંધાવ્યો છે. બેટિંગ વિભાગમાં ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના વિશ્વની ટોચની 5 બેટ્સમેનોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

દીપ્તિ શર્મા 2 સ્થાન ઉપર ચઢીને છઠ્ઠા ક્રમે પહોંચી

ભારતની સ્ટાર સ્પિનર દીપ્તિ શર્માએ T20 બોલરોની યાદીમાં 2 સ્થાનનો સુધારો કર્યો છે અને તે હવે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. ચાલુ મહિલા એશિયા કપમાં દીપ્તિ ઉત્કૃષ્ટ ફોર્મમાં જોવા મળી રહી છે, જ્યાં તેણે 3 મેચમાં 8 વિકેટ ઝડપીને ભારતને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. નવીનતમ બોલિંગ રેન્કિંગમાં શ્રી ચરની પહેલા સ્થાને, ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન બીજા સ્થાને, ચાર્લી ડીન ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકાની એન મબાલા ચોથા સ્થાને અને ઇંગ્લેન્ડની લોરેન બેલ પાંચમા સ્થાને છે.

અન્ય દેશોના બોલરોની રેન્કિંગમાં ફેરબદલ

દીપ્તિ શર્માના સુધારાને કારણે ઇંગ્લેન્ડની લિન્સી સ્મિથ 1 સ્થાન નીચે ઉતરીને સાતમા સ્થાને અને પાકિસ્તાનની નશરા સંધુ આઠમા સ્થાને પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકાની મેરિઝેન કાપ નવમા સ્થાને અને પાકિસ્તાનની સાદિયા ઇકબાલ 10 મા સ્થાને સરકી ગઈ છે. એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરનાર બાંગ્લાદેશની મારુફા અખ્તર 19 સ્થાનની છલાંગ લગાવીને 18મા સ્થાને પહોંચી છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ 5 સ્થાન સુધારીને 28મા, સુલતાના ખાતુન 9 સ્થાન ચઢીને 37મા, થાઈલેન્ડની થિપાચા પુથાવોંગ 47મા અને સુલીપોર્ન લાઓમી 53મા સ્થાને પહોંચી છે.

બેટર્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂની ટોચ પર

મહિલા T20 બેટ્સમેનોની રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની બેથ મૂની પ્રથમ સ્થાને અને જ્યોર્જિયા વોલ બીજા સ્થાને વિરાજમાન છે. દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ ત્રીજા સ્થાને, વેસ્ટ ઈન્ડિઝની હેલી મેથ્યુઝ ચોથા સ્થાને અને ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પાંચમા સ્થાને છે. શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુ છઠ્ઠા સ્થાને છે, જ્યારે ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્મા સાતમા સ્થાને પોતાનું સ્થાન ધરાવે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હરમનપ્રીત કૌર પણ ટોપ 10 માં સામેલ

બેટિંગ રેન્કિંગની બાકીની યાદીમાં ન્યુઝીલેન્ડની અમેલિયા કેર આઠમા સ્થાને, ઓસ્ટ્રેલિયાની અનુભવી ખેલાડી તાહલિયા મેકગ્રા નવમા સ્થાને અને ભારતીય ટીમની સુકાની હરમનપ્રીત કૌર 10મા સ્થાને છે. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન રમાયેલી મેચો અને એશિયા કપના પરિણામોની સીધી અસર આ વખતે આઈસીસીની નવીનતમ વર્લ્ડ રેન્કિંગ પર સ્પષ્ટપણે જોવા મળી છે.

આ પણ વાંચો: BCCIએ U-19 ટીમમાં કર્યો ફેરફાર : રોહિત યાદવને હટાવી આ બે ખેલાડીને કરાયા સામેલ

Back to top button