ટ્રેન્ડિંગનેશનલ

’24 કલાકમાં પ્રદર્શનકારીઓને છોડશો નહીં તો…’ સોનમ વાંગચુકનું સરકારને અલ્ટીમેટમ

Sonam Wangchuk :  દિલ્હીમાં CJP પ્રદર્શન દરમિયાન આંદોલનકારી નેતાઓની અટકાયત અને ધરપકડને લઈને લદ્દાખના જાણીતા પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દેશની વર્તમાન સ્થિતિને ‘અઘોષિત કટોકટી’ (Undeclared Emergency) ગણાવતા વાંગચુકે સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો અટકાયત કરાયેલા નેતાઓને આવતીકાલ સુધીમાં છોડી મૂકવામાં નહીં આવે, તો તેઓ પોતે અનશન અથવા પદયાત્રા શરૂ કરીને વિરોધ પ્રદર્શન કરશે. અભિજીત દિપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકા સહિત અનેક પ્રદર્શનકારી નેતાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે, જેના પર વાંગચુકે આકરી પ્રતિક્રિયા આપી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

‘વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં આવી સ્થિતિની કલ્પના નહોતી કરી’

સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે એક દિવસ પહેલા જ તેમણે આજના પ્રદર્શનને લઈને તમામ લોકોને શાંતિ અને એકજૂથતા જાળવી રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, “હું વિચારતો પણ નહોતો કે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં આવી સ્થિતિ સર્જાશે, જેને અઘોષિત કટોકટી કહેવી પડે.”
વાંગચુકના જણાવ્યા મુજબ, તેમને એ વાતનો આનંદ હતો કે આંદોલનનું નેતૃત્વ કરવા માટે દેશના યુવા નેતાઓ આગળ આવ્યા છે. પરંતુ આ તમામ નેતાઓની અચાનક ધરપકડ કરી લેવાતા તેમણે ભારે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ જમીન ખરીદવા માટે કયા દિવસો અશુભ છે? જાણો જ્યોતિષ શાસ્ત્રના નિયમો

અનશન અને પદયાત્રાની ચીમકી

પોતાના સંદેશમાં શાંતિ અને એકતા પર ભાર મુકતા વાંગચુકે સ્પષ્ટ કર્યું છે કે જો આવતીકાલ સુધીમાં તમામ પ્રદર્શનકારીઓને મુક્ત કરવામાં નહીં આવે, તો તેઓ પોતે ભૂખ હડતાળ (અનશન) અથવા પદયાત્રા દ્વારા પોતાનો વિરોધ નોંધાવશે.
દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ યોજાયેલા CJP પ્રોટેસ્ટને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે. વાંગચુકનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પ્રદર્શનકારીઓની ધરપકડ અને નાગરિકોના વિરોધ કરવાના અધિકાર પર સતત સવાલો ઊઠી રહ્યા છે. તેમના આ અલ્ટિમેટમ બાદ આ રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે.
Back to top button