ઓર ભી ગમ હૈ જમાને મેં સિયાસત કે સિવા… સોનમ વાંગચૂક દિલ્હી પ્રોટેસ્ટમાં સામેલ ન થવાનું કારણ જણાવ્યું

CJP Protest Delhi: દિલ્હીના જંતર-મંતર ખાતે 10 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામાજિક કાર્યકર અને પર્યાવરણવિદ સોનમ વાંગચુક હાજર રહ્યા નથી. પ્રદર્શનના એક દિવસ પહેલાં તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને આ નિર્ણયનું કારણ સમજાવ્યું છે. આ દરમિયાન તેમણે જાણીતા ઉર્દૂ શાયર ફૈઝ અહમદ ફૈઝની પંક્તિનો સહારો લઈને કહ્યું કે, ‘ઔર ભી ગમ હૈં જમાને મેં સિયાસત કે સિવા, રાહતે ઓર ભી હે વસ્લકી રાહત કે સિવા..
રાજકારણ જ નહીં, કુદરતી આફતો પણ મોટો ખતરો
સોનમ વાંગચુકે જણાવ્યું કે હાલમાં લદ્દાખમાં તેમની હાજરી વધુ જરૂરી છે. શિયાળાની તૈયારીઓ સાથે તેઓ અને તેમની ટીમ પાણીની સમસ્યાના ઉકેલ માટે કૃત્રિમ હિમનદીઓ બનાવવાના વૈજ્ઞાનિક પ્રયોગો કરી રહ્યા છે. આ ઉપરાંત હિમાલયમાં હિમનદી તળાવો ફાટવાથી સર્જાઈ શકતી વિનાશક પૂર જેવી આફતો સામે સ્થાનિક લોકોને સુરક્ષિત રાખવા માટે પણ કામગીરી ચાલી રહી છે. વાંગચુકે જણાવ્યું કે દેશ સામે માત્ર રાજકીય પડકારો જ નથી, પરંતુ કુદરતી સંકટો પણ ગંભીર છે. તેમણે હિમાલયના 200થી વધુ સંભવિત જોખમી હિમનદી તળાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ફૈઝની શાયરીથી આપ્યો સંદેશ
વાંગચુકે પોતાના વીડિયોમાં ફૈઝ અહમદ ફૈઝની જાણીતી પંક્તિ ‘મુઝસે પહલી સી મોહબ્બત મેરે મહબૂબ ના માંગ’નો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ તેમણે શાયરીની પંક્તિમાં ફેરફાર કરીને ‘ઔર ભી ગમ હૈં જમાને મેં સિયાસત કે સિવા’ કહી પોતાની પ્રાથમિકતા સ્પષ્ટ કરી હતી. તેમણે રાજકીય ખતરાઓ સામે અવાજ ઉઠાવનારા લોકોના પ્રયાસોની પ્રશંસા કરી અને પ્રદર્શનકારીઓને એકતા જાળવવા તથા શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અપીલ કરી હતી.
WHY I WON’T BE ABLE TO JOIN YOU ALL IN DELHI…!
Despite all efforts of the government to hinder & damage our work we continue to work for national security… making preparations as another winter comes.
This includes making artificial glaciers for water security & experiments for GLOF or glacial lake flood security… to difuse the 200+ ticking water bombs in high Himalayas.
Adapting Faiz Sahab’s words I would say…
Aur Bhi Gham Hain Zamaane Main Siyaast Ke Siva…
Rahaten aur bhi hain wasl ki raahat ke siva.Hence I send my bestest wishes to all & urge the leaders of different groups to stay united & show statesmanship, meanwhile I urge all the genZ friends to once again stay absolutely peaceful at all costs. This was the gift of Baapu that I tried to bring to Jantar Mantar in June,
I hope we won’t let Baapu down.
#JantarMantar #protest #CJP #CEC #sonamwangchuk— Sonam Wangchuk (@Wangchuk66) October 9, 2026
જૂનમાં 26 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી
સોનમ વાંગચુક અગાઉ CJPના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. જૂન 2026માં NEET પેપર લીક વિવાદને લઈને તત્કાલીન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે તેઓ દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠા હતા. તેમણે 28 જૂનથી શરૂ કરેલા ઉપવાસ 23 જુલાઈએ, 26 દિવસ બાદ સમાપ્ત કર્યા હતા. ત્યારબાદ 25 જુલાઈએ ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. આ આંદોલનને કારણે વાંગચુક દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા.
CJPના પ્રદર્શનને શાંતિપૂર્ણ રાખવાની અપીલ
આ વખતે સોનમ વાંગચુકે સ્પષ્ટ કર્યું છે કે તેઓ દિલ્હીના પ્રદર્શનમાં શારીરિક રીતે હાજર નહીં રહે. જોકે, તેમણે પ્રદર્શનકારીઓને શાંતિ અને એકતા જાળવી રાખવા અપીલ કરી છે. તેમના સંદેશનો મુખ્ય સાર એ છે કે રાજકીય પ્રશ્નો મહત્ત્વના છે, પરંતુ પર્યાવરણ, પાણીની અછત અને કુદરતી આફતો સામેની લડતને પણ એટલી જ ગંભીરતાથી લેવાની જરૂર છે.












