
Gujarat News : ડાંગ જિલ્લાના આહવા–વઘઈ રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં પૂરઝડપે જતી એક કાર અનિયંત્રિત થઈને માર્ગની રેલિંગ તોડીને ખાપરી નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર અધિક કલેક્ટર સહિત બે વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા, તેમજ અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
કાર રેલિંગ તોડી નદીમાં પડી
અકસ્માતની વિગત અનુસાર, વહેલી સવારે આહવા-વઘઈ રોડ પરથી પસાર થઈ રહેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતાં કાર પુલની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને રેલિંગ તોડીને વહેતી ખાપરી નદીમાં આશરે 35 ફૂટ ઊંડે ખાબકી હતી. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અકસ્માતમાં કલેક્ટર બેના મોત
આ અકસ્માતમાં કારમાં સવાર સંદીપ એન. ડામોર (અધિક કલેક્ટર) અને શૈલેષ ડી. ગરાસિયાનું મોત નીપજ્યું હતું. જ્યારે સોનુ બી. બારિયા (નાયબ મામલતદાર)ના બચાવ થયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત સોનુભાઈને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘટના અંગે સ્થાનિક પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નદીના ઊંડાણમાંથી કારને બહાર કાઢવા માટે પોલીસે તાત્કાલિક ક્રેનની મદદ લીધી હતી. ક્રેન મારફતે કૂચડો બની ગયેલી કારને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં રિક્ષામાં મુસાફરોના ખિસ્સા ખાલી કરતી ગેંગ ઝડપાઈ, 32 ગુનાનો ભેદ ઉકેલાયો












