ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

ગિલ બન્યો ભારતનો 37મો ટેસ્ટ કેપ્ટન, જુઓ લિસ્ટ

મુંબઈ, તા. 24 મે 2025: મુંબઈમાં મળેલી ભારતીય પસંદગીકર્તાઓની બેઠકમાં ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડમાં 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. ભારતીય ટીમના 37મા કેપ્ટન તરીકે શુભમન ગિલના નામની જાહેરાત કરવામાં આવી હતી. 25 વર્ષીય ગિલ ભારતીય ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે.

7 મેના રોજ રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. 38 વર્ષીય રોહિત બાદ નવા કેપ્ટન તરીકે કોના નામની જાહેરાત થશે તેના પર સૌની નજર હતી.

ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન

1. સીકે નાયડુઃ 1932-34
2. વિજયાનાગ્ર કે મહારાજકુમારઃ 1936-36
3. ઈફ્તિખાર અલી ખાન પટૌડીઃ 1946-46
4. લાલા અમરનાથઃ1947-52
5. વિજય હજારેઃ 1951-53
6. વીનુ માંકડઃ 1955-59
7. ગુલામ અહમદઃ 1955-59
8. પૉલી ઉમરીગરઃ 1955-58
9. હેમુ અધિકારીઃ 1959-59
10. દત્તા ગાયકવાડઃ 1959-59
11. પંકજ રૉયઃ 1959-59
12.ગુલાબરાય રામચંદઃ 1959-1960
13. નારી કોન્ટ્રાક્ટરઃ 1960-62
14. મંસૂલ અલી ખાન પટૌડીઃ 1962-75
15. ચંદુ બોર્ડેઃ 1967-67
16. અજિત વાડેકરઃ 1971-74
17. વેંકટરાઘવન 1974-79
18. સુનીલ ગાવસ્કરઃ 1976-1985
19. બિશન સિંહ બેદીઃ 1976-78
20: ગુડપ્પા વિશ્વનાથઃ 198-80
21: કપિલ દેવઃ 1983-87
22. દિલીપ વેંગસરકર: 1987-89
23. રવિ શાસ્ત્રીઃ 1988-88
24. કૃષ્ણામચારી શ્રીકાંતઃ 1989-89
25. મોહમ્મદ અઝહરુદ્દીનઃ 1990-99
26. સચિન તેંડુલકરઃ 1996-2000
27.સૌરવ ગાંગુલીઃ 2000-05
28. રાહુલ દ્રવિડઃ 2003-07
29. વીરેન્દ્ર સહવાગઃ 2005-12
30. અનીલ કુંબલેઃ 2007-08
31. એમએસ ધોનીઃ 2008-14
32. વિરાટ રોહલીઃ 2014-22
33. અજિંક્ય રહાણેઃ 2017-21
34. કેએલ રાહુલઃ 2022-22
35. રોહિત શર્માઃ 2022-24
36.જસપ્રીત બુમરાહઃ 2022-25
37. શુભમન ગિલઃ 2025

ઉલ્લેખનીય છે કે શુભમન ગિલ હાલ આઈપીએલ ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન છે. વર્તમાનમાં પોઈન્ટ ટેબલ પર ગુજરાત ટોપ પર છે.

આ પણ વાંચોઃ શુભમન કેપ્ટન, ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમમાં બીજા કોણ કોણ?

Back to top button