ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

શુભમન ગીલ કેપ્ટન, ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમમાં બીજા કોણ કોણ?

મુંબઈ, 24 મે, 2025: ભારતીય ટીમના આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ શુભમન ગીલને સોંપવામાં આવ્યું છે. Team announced for England tour: Shubman Gill captain ઈંગ્લેન્ડમાં આવતા મહિનાથી યોજાનાર સિરીઝમાં પાંચ મેચ રમાશે. આ માટે આજે શનિવારે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમના કેપ્ટન તરીકે શુભમન ગીલની પસંદગી કરવામાં આવી છે. તેની સાથે ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ટીમની પસંદગી માટેની બેઠક આજે બીસીસીઆઈના મુંબઈના વડામથકે યોજાઈ હતી. બેઠકમાં બીસીસીઆઈના સચિવ દેવજીત સાઈકિયા તેમજ અજીત અગરકર સહિત અન્ય સભ્યોએ ટીમ ઈન્ડિયાની પસંદગી કર્યા બાદ પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી હતી.

ઈંગ્લેન્ડ પ્રવાસે જનાર 18 સભ્યોની ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગીલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાર, કેએલ રાહુલ, સઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ કેપ્ટન-વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), અભિમન્યુ ઈશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વૉશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્ષદીપ સિંહ, કુલદીપ યાદવ.

ઈંગ્લેન્ડ પ્રવાસનું શિડ્યુલ શું છે?

ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે પાંચ ટેસ્ટમેચ રમાવાની છે. તેનો કાર્યક્રમ આ પ્રમાણે છેઃ

પહેલી ટેસ્ટઃ 20થી 24 જૂન, 2025 – હેડિંગ્લે, લિડ્સ
બીજી ટેસ્ટઃ 2થી 6 જુલાઈ, 2025 – એજબેસ્ટન, બર્મિંગહામ
ત્રીજી ટેસ્ટઃ 10થી 14 જુલાઈ, 2025 – લોર્ડ્સ, લંડન
ચોથી ટેસ્ટઃ 23થી 27 જુલાઈ, 2025 – ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટર
પાંચમી ટેસ્ટઃ 31 જુલાઈથી 4 ઓગસ્ટ, 2025 – ધ ઓવલ, લંડન

આ પણ વાંચોઃ ગુજરાતમાં પણ ઝડપાયો ના-પાક. જાસૂસઃ જાણો ATSએ ક્યાંથી કરી ધરપકડ?

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button