ટ્રેન્ડિંગમનોરંજન

MrBeast સાથે એક ફ્રેમમાં દેખાયા શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ઈન્ટરનેટ પર તસવીરો વાયરલ

  • MrBeast એ જોય ફોરમ 2025માં બોલિવૂડ ત્રિપુટી શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે એક ફોટો શેર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે

HD ન્યુઝ ડેસ્કઃ યુટ્યુબ સ્ટાર મિસ્ટરબીસ્ટે MrBeast સાઉદી અરબના જોય ફોરમ 2025માં બોલિવૂડ ત્રિપુટી શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે એક ફોટો શેર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. આ ફોટોમાં ચારેય સ્ટાર્સ એક ફ્રેમમાં હસતા જોવા મળે છે.

શાહરૂખ અને સલમાન કાળા સૂટમાં સ્ટાઈલિશ દેખાતા હતા, જ્યારે આમિર ખાને કાળા કુર્તા અને સફેદ પેન્ટમાં ઇન્ડો-વેસ્ટર્ન લુક પસંદ કર્યો હતો. મિસ્ટરબીસ્ટે પણ કાળા રંગના પોશાકમાં પોતાની ગ્લોબલ સ્ટાર સ્ટાઈલ બતાવી હતી

તસવીર સાથે મિસ્ટરબીસ્ટે લખ્યું છે, હે ઈન્ડિયા, શું આપણે બધાએ સાથે મળીને કંઈક કરવું જોઈએ?

આ સંદેશથી ચાહકોમાં સંભવિત સહયોગ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં જ ચાહકોએ પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી ઠે, જ્યારે અન્ય લોકોએ મજાકમાં પૂછ્યું કે શું મિસ્ટરબીસ્ટ અને ત્રણેય ખાન ક્યારેય ભારતમાં કોઈ વિડિઓ કે પ્રોજેક્ટ કરશે.

જોય ફોરમ 2025 અને ઈવેન્ટ હાઈલાઇટ્સ

જોય ફોરમ 2025 સાઉદી અરેબિયાના જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટીના નેજા હેઠળ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ડાના વ્હાઇટ, શકિલે ઓ’નીલ, ટેરી ક્રૂઝ અને ગેરી વેનરચુક જેવા વૈશ્વિક સ્ટાર્સ પણ હાજર હતા. નેટફ્લિક્સ, WWE, DAZN, UFC અને સ્કાય સ્પોર્ટ્સ જેવી મોટી મનોરંજન કંપનીઓ પણ હાજર રહી હતી.

આ ફોટો એટલા માટે પણ ખાસ છે કારણ કે બોલિવૂડની ખાન ત્રિપુટી ભાગ્યે જ કેમેરા પર સાથે જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શાહરૂખ અને સલમાનની મિત્રતા વધુ મજબૂત બની છે, જ્યારે આમિર બંને સાથે સારા સંબંધો જાળવી રાખે છે.

ત્રણેય ખાન છેલ્લે મુંબઈમાં આમિરની ફિલ્મ સિતારે જમીન પરના સ્ક્રીનિંગમાં સાથે જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ અને ચાહકોનો ઉત્સાહ

ચારેય સ્ટાર્સના આ ફોટાએ સોશિયલ મીડિયા પર ભારે ધૂમ મચાવી હતી. ચાહકોએ તેને એક યાદગાર ક્ષણ અને ઐતિહાસિક ફોટો ગણાવ્યો હતો. ઘણા લોકોએ મજાકમાં ટિપ્પણી કરી હતી કે બોલિવૂડ અને યુટ્યુબ વચ્ચેનો સૌથી મોટો સહયોગ થવાનો છે.

આ પણ વાંચોઃ Rise & Fall Winner: અર્જૂન બિજલાણીને મળી 28 લાખની પ્રાઈઝ મની, રહ્યો ફર્સ્ટ રનર અપ

Back to top button