ગુજરાતધર્મ

અંબાજી મંદિરના આરતી-દર્શનના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર; દિવસમાં ત્રણવાર માતાજીની આરતી થશે

Text To Speech

અંબાજીઃ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના અને દર્શનના સમયમાં દર્શનાર્થીઓ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં આવતીકાલથી દિવસમાં ત્રણવાર મા અંબાની આરતી થશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

જાણો કયો કયો ફેરફાર કરવામાં આવ્યો?
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરની અંદર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજી યાત્રાળુઓની સગવડતા ખાતર વૈશાખ સુદ ત્રીજથી 30 જૂન 2022ને અષાઢ સુદ એકમ સુધી અંબાજી માતાની આરતી તથા દર્શનના સમયે સવારે આરતી 07:00 થી 07:30, સવારે દર્શન 07:00થી 10:45, રાજભોગ આરતી 12:30થી 01:00, બપોરે દર્શન 01:00થી 04:30, સાંજે આરતી 07:00થી 07:30, દર્શન સાંજે 07:30થી 09:00 સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 3 મે 2022થી 30 જૂન 2022 સુધી માતાજીનો અન્નકૂટ ફ્રી શકશે નહીં.

Back to top button