ટ્રેન્ડિંગનેશનલ

‘સ્કૂલ મર્જર પહેલા સરવે કરાવ્યો હતો તો રિપોર્ટ આપો…’ હાઇકોર્ટની યુપી સરકારને ફટકાર

ઉત્તર પ્રદેશઃ 4 જુલાઈ, 2025: Court Slams UP Govt: પ્રાઇમરી સ્કૂલોના મર્જરનો નિર્ણય લેતા પહેલા શું યુપી સરકારે કોઈ સરવે કર્યો હતો? જો કર્યો હતો તો તેનો રિપોર્ટ જાહેર કરો. ગુરૂવારે (3 જુલાઈ) શાળા મર્જરની સામે સીતાપુરની કૃષ્ણા કુમારી તેમજ 50 અન્ય લોકો તરફથી દાખલ જનહિતની અરજી પર હાઇકોર્ટની લખનૌ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

કોર્ટે સરકારની લગાવી ફટકાર

જસ્ટિસ પંકજ ભાટિયાની કે. એલ પીઠે કહ્યું કે, રાજ્ય સરકાર તરફથી સંપૂર્ણ તૈયારી તેમજ તથ્યો સાથે પક્ષ મૂકવામાં આવે. કોર્ટે ચેતવણી આપી કે, જો શુક્રવારે પણ સંપૂર્ણ તૈયારી તેમજ તથ્ય સાથે પક્ષ મૂકવામાં નહીં આવે તો કોર્ટ સરકાર પર એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થશે કે, શુક્રવારે સુનાવણી ટાળવામાં નહીં આવે. આ સાથે જ કોર્ટે એકવાર ફરી શુક્રવાર સુધી મામલો ટાળી દીધો છે.

સરકારી વકીલોએ શું દલીલ કરી?

આ અરજી બુધવારે સુનાવણી માટે કોર્ટ સામે રજૂ કરવામાં આવી હતી, ત્યારે સરકારી વકીલોએ દલીદ દરમિયાન વધુ સમય માંગ્યો હતો, તો ત્યારે ગુરૂવારે કોર્ટે સુનાવણી ટાળી દીધી હતી.

સરવે વિશે પૂછ્યો સવાલ

સરકાર તરફથી કુદેશિયા, ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સેલ એસ.કે. સિંહ અને સંદીપ દીક્ષિત હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે, મર્જ કરવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી છે અને લગભગ 56 શાળાઓમાં એક પણ વિદ્યાર્થી નથી. તેના પર કોર્ટે સરવે વિશે પૂછ્યું હતું. કોર્ટે સરવે રિપોર્ટ રજૂ ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ ‘અમે અમારી શરતો પર કરાર કરીએ છીએ…’ ભારત-અમેરિકા ટ્રેડ ડિલ પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું નિવેદન

આ પણ વાંચોઃ ફોનના કારણે વધી રહ્યા છે આંખના આ 5 રોગો, જાણો શરૂઆતના લક્ષણો

Back to top button