ટ્રેન્ડિંગયુટિલીટી

SBI ગ્રાહક માટે ચેતવણીઃ આ દિવસે બંધ રહેશે UPI, નહીં થાય નાણાંની આપ-લે

SBI Consumer Alert: જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના ગ્રાહક છો અને દૈનિક વ્યવહારો માટે UPI નો ઉપયોગ કરો છો, તો બેંક દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી શેર કરવામાં આવી છે. બેંકે જણાવ્યું છે કે 4 સપ્ટેમ્બરના રોજ થોડા સમય માટે UPI સર્વિસ બંધ રહેશે, જે દરમિયાન ગ્રાહકો કોઈપણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે નહીં.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

બેંકના જણાવ્યા અનુસાર, ગ્રાહકો 4 સપ્ટેમ્બર, 2026 ના રોજ થોડીવાર માટે આ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. સિસ્ટમના નક્કી કરેલા મેન્ટેનન્સ (રખરખાવ) કાર્ય માટે આ સર્વિસ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર બેંકે આ અંગેની સત્તાવાર માહિતી આપી છે.

SBI એ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે તેની UPI સેવાઓ 4 સપ્ટેમ્બરે મોડી રાત્રે 12:30 વાગ્યાથી 1:15 વાગ્યા સુધી, એટલે કે કુલ 45 મિનિટના સમયગાળા માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. બેંકે જણાવ્યું કે આ વિક્ષેપ શિડ્યુલ્ડ મેન્ટેનન્સ વર્કનો એક ભાગ છે અને ગ્રાહકોને તેમના ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું આયોજન કરતી વખતે આ સમય ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવી છે.

ઈમરજન્સી આવે તો શું છે વિકલ્પ?

આ 45 મિનિટ દરમિયાન જો ખરેખર કોઈ ઈમરજન્સી આવી જાય તો શું કરવું? આ માટે બેંકે એક વિકલ્પ રજૂ કર્યો છે. SBI એ અસ્થાયી વિક્ષેપ દરમિયાન ગ્રાહકો માટે ‘UPI Lite’ નો ઉપયોગ કરવાનો સુઝાવ આપ્યો છે. UPI લાઈટ દ્વારા નાની રકમના ટ્રાન્ઝેક્શન માટે UPI પિનની જરૂર પડતી નથી. SBI તરફથી નક્કી કરાયેલી UPI લાઈટ ટ્રાન્ઝેક્શન લિમિટ ₹1,000 સુધીની છે, જ્યારે મહત્તમ UPI લાઈટ બેલેન્સ ₹5,000 સુધી રાખી શકાય છે.

આ પણ વાંચોઃ દિશા પટાનીએ શેર કરી આવારાપન 2’ની અનસીન તસવીરો, લખી ઈમોશનલ પોસ્ટ

SBI UPI ટ્રાન્ઝેક્શન લિમિટ

SBI એ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન માટે ખાસ સીમાઓ (લિમિટ) નક્કી કરી છે. બેંક પ્રતિદિન 20 વ્યક્તિઓને (P2P) ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપે છે, જ્યારે પર્સન ટુ મર્ચન્ટ (P2M) ટ્રાન્ઝેક્શન દૈનિક લિમિટને આધીન રહે છે. સામાન્ય UPI ટ્રાન્ઝેક્શનની સ્ટાન્ડર્ડ લિમિટ ₹1 લાખ છે. આ ઉપરાંત P2P અને P2M ની સંયુક્ત દૈનિક મર્યાદા પણ ₹1 લાખ નક્કી કરવામાં આવી છે.

ચોક્કસ મર્ચન્ટ્સ માટે આ મર્યાદા થોડી વધુ છે. વીમા (ઇન્શ્યોરન્સ) અને કેપિટલ માર્કેટ સંબંધિત ટ્રાન્ઝેક્શન ₹2 લાખ સુધી થઈ શકે છે, જ્યારે IPO (ASBA), રિટેલ ડાયરેક્ટ સ્કીમ (RDS), ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આ લિમિટ ₹5 લાખ સુધી હોઈ શકે છે. આ ઉપરાંત SBI ભારત-સિંગાપોર UPI કોરિડોર મારફતે નાણાં મોકલવા અને મેળવવાની સુવિધા પણ આપે છે, જેમાં 1,000 સિંગાપોર ડોલર સુધીના ટ્રાન્ઝેક્શનની મંજૂરી છે.

આ પણ વાંચોઃ ‘જ્યાં સુધી 10 ઓવર નહીં નાખે, ટીમમાં No Entry’ હાર્દિક પંડ્યાને BCCI નું અલ્ટીમેટમ

Back to top button