ટ્રેન્ડિંગવર્લ્ડ

AI ની શક્તિ સાથે ‘જન્મેલો’ રશિયન રોબોટ સ્ટેજ પર જ ઊંધા માથે પટકાયો, ‘હાડકાં’ તૂટી ગયા

વર્લ્ડ ડેસ્ક, 12 નવેમ્બર :  વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. હવે AI સંચાલિત માણસ જેવા દેખાતા રોબોટ પણ વિકસિત થઈ ગયા છે. આ જ સિલસિલામાં, રશિયાના પ્રથમ AI આધારિત માનવ જેવા રોબોટનું આ અઠવાડિયે મોસ્કોમાં જાહેર પ્રદર્શન દરમિયાન એક શરમજનક અકસ્માત થયો હતો. મંચ પર આવતાની સાથે જ આ રોબોટ મોઢાના ભાગે ધડામ દઈને નીચે પડ્યો. આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

રોબોટનું બેલેન્સ બગડ્યું

‘ન્યૂઝવીક’ના રિપોર્ટ મુજબ, ‘એઆઈડોલ’ (AI-Doll) નામના આ રોબોટને સોમવારે એક ટેક્નોલોજી કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેવી રીતે બે સ્ટાફ સભ્યો તેને ‘રોકી’ ફિલ્મના પ્રખ્યાત સાઉન્ડટ્રેક પર મંચ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે જ રોબોટનું સંતુલન બગડ્યું. તે જોરદાર ધમાકા સાથે નીચે પડ્યો અને તેના ઘણા ભાગો સ્ટેજ પર જ વિખેરાઈ ગયા. સોશિયલ મીડિયા X (ટ્વિટર) પર શેર કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઇવેન્ટના કર્મચારીઓ ગભરાટમાં રોબોટને કાળા કપડાથી ઢાંકવા માટે દોડે છે, જ્યારે તેને ફ્લોર પર ઢસડવામાં આવી રહ્યો હોય છે.

કેલિબ્રેશનની ખામીને કારણે અકસ્માત

પાછળથી, આ અકસ્માતનું કારણ કેલિબ્રેશનની ખામી હોવાનું જણાવાયું હતું. કંપનીનો દાવો છે કે આ રોબોટ હજુ પરીક્ષણના તબક્કામાં છે. રશિયન રોબોટિક્સ કંપની ‘આઇડલ’ના સીઈઓ વ્લાદિમીર વિતુખિને કહ્યું કે, “મને આશા છે કે આ ચૂક એક પાઠ બની રહેશે.” ‘ન્યૂઝવીક’ સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે, “આ વાસ્તવિક સમયનો અનુભવ છે. જ્યારે સારી ભૂલ જ્ઞાનમાં ફેરવાય છે, ત્યારે ખરાબ ભૂલ અનુભવ બની જાય છે.”

 

‘એઆઈડોલ’ રોબોટ વિશે ખાસ વાતો

ડેવલપર્સના મતે, આ રોબોટ 48-વોલ્ટની બેટરીથી ચાલે છે, જે અટક્યા વિના છ કલાક સુધી સક્રિય રહી શકે છે. ‘ન્યૂઝવીક’ના રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં તેના 77% કમ્પોનન્ટ્સ (ભાગો) રશિયામાં બનેલા છે, અને કંપની આવનારા મોડલ્સમાં આ પ્રમાણ 93% સુધી લઈ જવાની યોજના બનાવી રહી છે. આ રોબોટમાં 19 સર્વોમોટર્સ લાગેલા છે, જે તેને ડઝનથી વધુ મૂળભૂત લાગણીઓ (Basic Emotions) અને સેંકડો સૂક્ષ્મ અભિવ્યક્તિઓ દર્શાવવાની ક્ષમતા આપે છે. તેની સિલિકોન ત્વચા માનવ ચહેરાના હાવભાવની બરાબર નકલ કરી શકે છે. એટલું જ નહીં, તે માણસની જેમ વિચારી પણ શકે છે અને આશ્ચર્ય પણ પામી શકે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button