ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Redmi ભારતમાં સ્પેશિયલ એડિશન Redmi Note 13 Pro+ 5G લોન્ચ કરશે

  • Redmi Note 13 Pro+ 5G ની 13 સિરીઝનું સ્પેશિયલ એડીશન છે
  • આ સ્માર્ટફોનમાં ડાર્ક બ્લુ કલરની બેક પેનલ જોવા મળશે
  • 200MP પાવરફુલ કેમેરા પણ મળશે

HD ન્યૂઝ ડેસ્ક, 27 એપ્રિલ: જો તમે Xiaomiની પ્રોડક્ટ વાપરવાનું પસંદ કરતા હોવ અને તમે રેડમીના અપકમિંગ નવા સ્માર્ટફોનની રાહ જોઈ રહ્યા હોવ તો, તમારા માટે સારા સમાચાર છે. Xiaomiની સબ-બ્રાન્ડ Redmi તેના ભારતીય ચાહકો માટે એક નવો સ્માર્ટફોન ટુંક સમયમાં લોન્ચ કરી શકે છે. Redmiનો આવનારો સ્માર્ટફોન Redmi Note 13 સિરીઝનો ભાગ હશે.  જેમાં કંપની 200મેગા પિક્સલનો કેમેરા આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં બજેટ અને મિડ-રેન્જ સેગમેન્ટમાં રેડમીની સારી એવી પકડ ધરાવે છે. આ સેગમેન્ટમાં લાખો લોકો Redmi  સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. કંપની હવે Redmi Note 13 સિરીઝનું નવું વેરિયન્ટ Redmi Note 13 Pro+નું  લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

જોકે આ અપકમિંગ સ્માર્ટફોન Redmi Note 13 Pro+ સ્પેશિયલ એડિશન હશે. કંપનીએ તેની લોન્ચ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. Redmi આ પાવરફુલ ફોનને 30 એપ્રિલે લોન્ચ કરશે. આ ફોન માટે કંપનીએ માઈક્રોસાઇટ લાઇવ પણ કરી છે. આથી ફોનની ડિઝાઇન અને કેટલાક ફીચર્સ પણ સામે આવ્યા છે.

આ સ્પેશિયલ એડિશનમાં જોવા મળશે ખાસ ફિચર્સ

માઇક્રોસાઈટથી પ્રાપ્ત માહિતી મુઝબ, Redmi ડાર્ક બ્લુ કલરની બેક પેનલ સાથે Redmi Note 13 Pro+નું સ્પેશિયલ વેરિઅન્ટ લોન્ચ કરશે. આ સિવાય કેમેરામાં પણ કંપનીએ તેના ગ્રાહકોને પસંદ આવે તે માટે ત્રણ ગોલ્ડ કલરમાં રિંગ્સ પણ આપી છે અને ફોનની બેક પેનલમાં AFA લોગો પણ જોવા મળી શકે છે. એક પ્રખ્યાત ટિપસ્ટરે Redmi Note 13 Pro+ ના સ્પેશિયલ વેરિઅન્ટના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ફોટો જોઈને લાગે છે કે Redmi Note 13 Pro+ ને આર્જેન્ટિના ફૂટબોલ ટીમના ડ્રેસની જેમ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની અડધી બેક પેનલમાં પણ સફેદ અને વાદળી પટ્ટાઓ છે. ફોન વિશે જે લીક્સ થયેલી માહિતી બહાર આવી છે તેના પરથી એવું લાગે છે કે તે 120Hz નો રિફ્રેશ રેટ અને ડિસ્પ્લેમાં AMOLED પેનલ પણ હોય શકે છે.

જાન્યુઆરીમાં કંપનીએ આ સિરીઝ લોન્ચ કરી હતી

જોકે, Redmi એ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં Redmi Note 13 સિરીઝ લોન્ચ કરી હતી. આ શ્રેણીમાં, કંપનીએ Redmi Note 13, Redmi Note 13 Pro 5G અને Redmi Note 13 Pro+ 5G લૉન્ચ કર્યા હતા.  હવે કંપની આ સિરીઝને આગળ વધારતા તેના ચાહકો માટે Redmi Note 13 Pro+ 5Gનું એક સ્પેશિયલ એડીશન લાવી રહી છે. જેમાં તમે ફોનનો નવો લુક અને પાવરફુલ ફીચર્સ મેળવી શકો છો.

આ પણ વાંચો: હવે ફિંગરપ્રિન્ટ અને FaceIDથી ખુલશે WhatsApp, આવી રીતે યુઝ કરો નવું ફીચર

Back to top button