ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ગૂગલ તરફથી ગુડ ન્યુઝ! તમામ એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં આ યુનિક ફિચર્સ જોવા મળશે

Text To Speech

HDNEWS, 11 એપ્રિલ: જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. ગયા વર્ષે ગુગલે લોન્ચ કરેલા પિક્સલ 8માંબે યુનિક ફિચર મેજીક એડિટર અને મેજીક ઇરેજર આપ્યા હતા. ગુગલના ગુડ ન્યુઝ એ છે કે હવે તમે પણ આ ફિચર્સનો ઉપયોગ કરી શકો છો. ગુગલના આ નિર્ણયથી એન્ડ્રરોઈડ યુઝર્સ ખુશ થઈ ગયા છે. આ ફિચર્સ જે લોકો ફોટોગ્રાફી કરે છે તેમના માટે ઘણું જ ઉપયોગી રહેવાનું છે. ફોટોગ્રાફીનાં શોખીન લોકો આ ફિચર્સથી પોતાના ફોટોઝને ક્રિએટિવ લુક્સ આપી શકશે. માત્ર પિક્સલ 8માં જ જોવા મળતા આ બે ફિચર્સ 15મેથી ગુગલ ફોટોઝની સાથે એઆઈ પાવર્ડ ફોટો એડીંટિંગ ટુલ્સ પણ એન્ડ્રોઈડ યુઝર્સને હવે મળી જશે. આખી દુનિયાભરમાં લોકો ઝડપથી કરવા ફોટો એડીટિંગ માટે એઆઈ ટુલ્સનો ઉપયોગ કરતા ગુગલે આ નિર્ણય લીધો છે.

એઆઈથી સરળ થયું ફોટો એડીટીંગ

ગુગલના આ ફોટો એડીટિંગ ટૂલ્સની મદદથી યૂઝર્સ કોઈપણ એક ફોટોગ્રાફની એક ભાગને જનરેટિવ એડિટની મદદથી એડીટ કરી શકે છે. એટલું જ નહીં આ ટૂલ્સની મદદથી ફોટોમાં રહેલા નકામા કે ન ગમતા ભાગને દુર પણ કરી શકાય છે. આ સાથે જ ક્લાઉડસને પણ એડ કરી શકાય છે. ધારો કે જો તમને ફોટામાં બે ઓબ્જેક્ટ વચ્ચે ગેપ દેખાય છે તો તે પણ દૂર કરી શકાય છે.

યુઝર્સે લેવો પડશે પ્લાન

જો તમે ગુગલ ફોટોઝમાં ફોટો એડિટ કરવા માંગો છો તો તમને જણાવી દઈએ કે નોર્મલ તેમાં દર મહિને 10 ફોટો સેવ કરી શકાય છે. જો તમે આનાથી વધારે ફોટો સેવ કરવા માંગતા હોવ તો તમારે ગુગલ વનનો પ્લાન પરચેસ કરવો પડશે. ફોટો એડીટિંગ ટૂલ્સનો ઉપયોગ કરવા માટે તમારા ફોનનું વર્ઝન જો એન્ડ્રરોઈડ હોયતો 8.0 થી ઉપર અને આઈઓએસ હોય તો 15થી ઉપરનું હોવું જોઈએ.આ સિવાય ઓછામાં ઓછી 3 જીબી રેમ પણ હોવી જોઈએ.

આ પણ વાંચો:  ‘PMનું વિઝન ગેમિંગમાં ક્રાંતિ લાવવાનું છે’ :નરેન્દ્ર મોદીને મળ્યા પછી ભારતીય ગેમર્સનું નિવેદન, જુઓ VIDEO

Back to top button