ટ્રેન્ડિંગનેશનલવિશેષ
લાલ કિલ્લા પાસે થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલો હતો: NIA ની ચાર્જશીટમાં ઉમર નબીને લઈને મોટો ખુલાસો

Delhi Blast Case: દિલ્હીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ધમાકાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ચાર્જશીટ દાખલ કરીને મોટો ખુલાસો કર્યો છે. NIA ની ચાર્જશીટ મુજબ, આ ધમાકો એક આત્મઘાતી બમ્બ વિસ્ફોટ (Suicide Attack) હતો. તપાસ એજન્સીનો દાવો છે કે મુખ્ય આરોપી ઉમર ઉન નબી (A-1) ધમાકા વખતે કારની અંદર જ હાજર હતો અને તેણે જ કારમાં ગોઠવવામાં આવેલા IED ને એક વિશેષ કમાન્ડ મેકેનિઝમ દ્વારા એક્ટિવ કર્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
‘લોન મુજાહિદ પોકેટ બુક’ અને તાલીમ દસ્તાવેજો
NIA ની ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા આરોપીઓ કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત હતા. આરોપીઓ ‘લોન મુજાહિદ પોકેટ બુક’ નામના દસ્તાવેજનો ઉપયોગ કરી રહ્યા હતા, જે અલ-કાયદા (AQAP) સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. આ મેન્યુઅલમાં TATP જેવા ભયાનક વિસ્ફોટકો, રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ, શસ્ત્રોના ઉપયોગ અને તપાસ એજન્સીઓથી બચીને ગુપ્ત ઓપરેશન પાર પાડવાની માહિતી આપવામાં આવી હતી.
કટ્ટરપંથી વિચારધારા અને ‘ગઝવા-એ-હિંદ’
ચાર્જશીટ અનુસાર, જપ્ત કરવામાં આવેલા પ્રચાર સાહિત્યમાં લોકશાહી અને વર્તમાન રાજકીય પ્રણાલીઓ સામે હિંસક સંઘર્ષને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. દસ્તાવેજમાં ‘જિહાદ’ અને સતત હથિયારબંધ સંઘર્ષને ધાર્મિક ફરજ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. હિંસક પ્રવૃત્તિઓને યોગ્ય ઠેરવવા માટે ‘ગઝવા-એ-હિંદ’ નામે આતંકી કૃત્યોને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ કરાયો હતો. ઈરાક, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થયેલા વિદ્રોહી આંદોલનોનો ઉલ્લેખ કરીને તેનું સમર્થન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સરકાર જમીન આપે, BCCI સ્ટેડિયમ બનાવે, તો Sports Governance Actથી બહાર કેમ? સુપ્રીમનો સવાલ
AGuH મોડ્યુલ અને આત્મઘાતી રણનીતિ
NIA એ પોતાની તપાસમાં અંસાર ગઝવત-ઉલ-હિંદ (AGuH) મોડ્યુલની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ચાર્જશીટ મુજબ, આરોપીઓએ બનાવટી ઓળખ ઊભી કરીને, છૂપી રીતે પ્રવેશ કરીને અને આત્મઘાતી (ફિદાયીન) હુમલાની રણનીતિઓ ઘડીને હુમલાની તૈયારીઓ કરી હતી.
ઉમર નબી પોતે કારમાં બેસીને આત્મઘાતી વિસ્ફોટ અંજામ આપવા પહોંચ્યો હોવાનો ખુલાસો થતાં લાલ કિલ્લા બ્લાસ્ટ કેસની તપાસને એક નવો વળાંક મળ્યો છે.
આ પણ વાંચોઃ ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર : વારંવાર ટ્રાફિક ઉલ્લંઘનથી લાઇસન્સ સાથે વાહનના દસ્તાવેજો કરાશે રદ્દ












