ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

2 દિવસ પછી રશ્મિકા મંદાના બનશે વિજય દેવરકોંડાની દુલ્હન, રોયલ વેડિંગ પહેલા ગ્રાન્ડ પાર્ટી

દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હવે સત્તાવાર રીતે જીવનસાથી બનવા જઈ રહ્યા છે. વર્ષોની સિક્રેટ ડેટિંગ બાદ કપલે 26 ફેબ્રુઆરી 2026ના રોજ લગ્ન બંધનમાં બંધાવાનો નિર્ણય લીધો છે. લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો છે.

લગ્ન પહેલા ગ્રાન્ડ ડિનર પાર્ટી

લગ્ન પહેલા કપલે પરિવારજનો અને ખાસ મહેમાનો માટે ભવ્ય ડિનર પાર્ટીનું આયોજન કર્યું. સૂત્રોના જણાવ્યા મુજબ, જાણીતા શેફ્સે ખાસ મેનૂ તૈયાર કર્યું હતું, જેમાં બંનેની મનપસંદ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પાર્ટી લગ્ન પૂર્વની પ્રથમ ઉજવણીઓમાંની એક માનવામાં આવી રહી છે.

દક્ષિણ ભારતીય રીત-રિવાજો મુજબ લગ્ન

અહેવાલો મુજબ, લગ્ન સંપૂર્ણ રીતે સાઉથ ઇન્ડિયન પરંપરાઓ અનુસાર યોજાશે. મહેમાનોને કેલા ના પાન પર ભોજન પીરસાશે અને વિશેષ રીતે નાળિયેર પાણી સર્વ કરવામાં આવશે. લગ્ન સમારોહને ખાનગી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માત્ર પરિવારજનો અને નજીકના મિત્રો જ હાજર રહેશે.

ઉદયપુરમાં લગ્ન, હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન

માહિતી અનુસાર, ઉદયપુરમાં લગ્ન સમારોહ પૂર્ણ થયા બાદ 4 માર્ચે હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન યોજાશે. રિસેપ્શન પાર્ટી તાજ કૃષ્ણા હોટેલમાં રાખવાની યોજના છે. અહીં કપલના મિત્રો, સહકર્મીઓ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ હાજર રહેશે.

‘VIROSH’ નામ આપ્યું લગ્નને

કપલે સંયુક્ત નોંધ શેર કરીને પોતાની વેડિંગને “VIROSH” નામ આપ્યું છે. આ નામ તેમના ફેન્સે વર્ષો પહેલા બંનેના નામ જોડીને આપ્યું હતું. હવે તેઓ પોતાની શાદીને “The Wedding of VIROSH” તરીકે ઉજવવા માંગે છે.

રશ્મિકા અને વિજયે પ્રથમ વખત ગીતા ગોવિંદમમાં સાથે કામ કર્યું હતું, ત્યારબાદ ડિયર કોમરેડમાં પણ બંનેની જોડી જોવા મળી. ફિલ્મ દરમિયાન વધેલી નજીકીઓ હવે જીવનભરના સંબંધમાં પરિવર્તિત થવા જઈ રહી છે. ફેન્સમાં ખુશીની લહેર છે અને સૌ તેમને દુલ્હા-દુલ્હન તરીકે જોવા આતુર છે.

આ પણ વાંચો : કરોડો ભારતીયો માટે ખુશખબર, ટીમ ઈંડિયાની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત થઈ

Back to top button