Tateeree Song Controversy: ‘મારી ઓળખ હરિયાણાથી છે’, ‘બેહૂદા’ ગીત પર બાદશાહે માંગી માફી
નવી દિલ્હીઃ 7 માર્ચ, 2026: Tateeree Song Controversy: બોલિવૂડ સિંગર અને રેપર બાદશાહ હાલમાં એક મોટી વિવાદમાં ફસાયા છે. તેમના નવા ગીત ‘ટટીરી’ ના શબ્દો અને સીન્સ સામે હરિયાણા મહિલા આયોગે સખત વાંધો ઉઠાવ્યો છે. હરિયાણામાં અનેક સ્થળોએ FIR નોંધાયા બાદ બાદશાહ વિરુદ્ધ લુક આઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ દબાણ વચ્ચે બાદશાહે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી જાહેર માફી માંગી છે.
“હું પણ હરિયાણવી છું, મારો ઈરાદો ખોટો નહોતો”
બાદશાહે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો જાહેર કરીને ગીતના અમુક ભાગને ‘બેહૂદો’ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, ગીતના લિરિક્સ અને વિઝ્યુઅલ પ્રેઝન્ટેશનથી હરિયાણાના લોકોની લાગણી દુભાઈ છે, જેનો તેમને અફસોસ છે.
બાદશાહે સ્પષ્ટતા કરી કે, “હું પોતે હરિયાણાનો છું અને મને મારા હરિયાણવી હોવા પર ગર્વ છે. મારો ઈરાદો ક્યારેય કોઈ મહિલા કે બાળકનું અપમાન કરવાનો નહોતો. હિપ-હોપ જોનરમાં લિરિક્સ ઘણીવાર હરીફોને નીચા દેખાડવા માટે હોય છે, પરંતુ આ શબ્દો કોઈ સ્ત્રી માટે નહોતા.
શું હતા વિવાદિત લિરિક્સ?
બાદશાહના ગીત ‘ટટીરી’ માં તેમણે રેપ કરતા કહ્યું હતું કે, ‘આયા બાદશાહ ડોલી ચઢાને, ઇન સબકી ઘોડી બનાને’. આ પંક્તિઓમાં અશ્લીલતા હોવાનું જણાવીને લોકોએ વિરોધ કર્યો હતો.
View this post on Instagram
પોલીસ અને વહીવટીતંત્રની કાર્યવાહી
લિરિક્સની ગંભીરતાને ધ્યાનમાં લેતા હરિયાણા પોલીસે બાદશાહને તાત્કાલિક હાજર થવા આદેશ આપ્યો છે. તેમના દેશ છોડીને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બાદશાહે વિનંતી કરી છે કે લોકો તેમને ‘હરિયાણાનો દીકરો’ સમજીને માફ કરી દે.












