‘NEETના 22 લાખ વિદ્યાર્થીઓ સાથે દગો થયો’, રાહુલ ગાંધીએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને હટાવવાની કરી માંગ

Rahul Gandhi NEET remark: NEET-UG 2026 પરીક્ષા પેપર લીક મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે NEETના 22 લાખ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે. સાથે જ તેમણે પ્રધાનમંત્રી મોદીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું તાત્કાલિક રાજીનામું લેવા માંગ કરી છે.
વિદ્યાર્થીઓની મહેનત બરબાદ થઈ ગઈ
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને NEET પેપર લીક મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે NEET પરીક્ષા માટે છેલ્લા બે વર્ષથી 22 લાખ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી હતી, પરંતુ તેમની મહેનત બરબાદ થઈ ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ જાણે છે કે પરીક્ષાના બે દિવસ પહેલા જ WhatsApp પર NEETનું પેપર ફરતું થઈ ગયું હતું. તેમ છતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કહી રહ્યા છે કે, મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
NEET के 22 लाख बच्चों के साथ धोखा हुआ है। पर मोदी जी एक शब्द भी नहीं बोल रहे।
धर्मेंद्र प्रधान जी को अभी हटाइए, या जवाबदेही ख़ुद लीजिए।
Modi ji, SACK Dharmendra Pradhan ji NOW. pic.twitter.com/6FRMMa8AI8
— Rahul Gandhi (@RahulGandhi) May 16, 2026
વિપક્ષને મહત્વ આપવામાં આવ્યું નહીં
રાહુલ ગાંધીએ કહ્યું કે સમિતિએ ભલામણ કરી હતી કે વિપક્ષી સભ્યોએ સમિતિમાં બેસવું જોઈએ પરંતુ તેમણે તેને કચરાપેટીમાં ફેંકી દીધી, એમ કહીને કે તેનો કોઈ મતલબ નથી, કોઈ જરૂર નથી. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે હકીકતમાં દેશની શિક્ષણ વ્યવસ્થાના મૂળ માળખાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. તેમણે આ સમગ્ર મામલાને એક નેક્સસ ગણાવતા ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
80 વખત પેપર લીકના આરોપો
રાહુલ ગાંધીએ ભાજપ અને આરએસએસ પર સાંઠગાંઠનો આરોપ લગાવતા કહ્યું કે આ દેશમાં 80 વખત પેપર લીક થયા છે, જેના કારણે 2 કરોડ યુવાનોનું ભવિષ્ય બરબાદ થયું છે. પ્રધાનમંત્રીએ તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવા અને દોષિતોને ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપવો જોઈએ.
આ પણ વાંચો: ‘આંખ ખુલી તો તે પલંગ પર નહોતી…’ સુહાગરાતના 16 દિવસ પછી જ દુલ્હન ફરાર અને…












