ટ્રેન્ડિંગનેશનલ

‘આંખ ખુલી તો તે પલંગ પર નહોતી…’ સુહાગરાતના 16 દિવસ પછી જ દુલ્હન ફરાર અને…

Bihar Crime: બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના ગાયઘાટ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નના માત્ર 16 દિવસ બાદ જ નવપરિણીત દુલ્હન ઘરમાં રાખેલી રોકડ રકમ અને લાખોના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. વરરાજા પક્ષે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યારે બીજી તરફ દુલ્હનના પરિવારે સાસરિયાઓ પર જ દીકરીને ગાયબ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. હાલ પોલીસ બંને પક્ષોની ફરિયાદના આધારે તપાસ ચલાવી રહી છે.

લગ્નના 16મા દિવસે ખેલાયો ખેલ

લોમા ગામના રહેવાસી ધર્મેન્દ્રના લગ્ન ગત 25 એપ્રિલના રોજ પિયર થાણા વિસ્તારની એક યુવતી સાથે થયા હતા. પરિવારના જણાવ્યા અનુસાર લગ્ન પછી બધું સામાન્ય ચાલી રહ્યું હતું. પરંતુ લગ્નના 16મા દિવસે મોડી રાત્રે જ્યારે આખો પરિવાર સૂતો હતો, ત્યારે જ તકનો લાભ ઉઠાવીને દુલ્હન ઘરમાં રાખેલા 72 હજાર રૂપિયા રોકડા અને સોના-ચાંદીના લાખોના દાગીના લઈને રાતોરાત રફુચક્કર થઈ ગઈ હતી.

સવારે જ્યારે વરરાજાની ઊંઘ ઉડી ત્યારે…

સવારે જ્યારે ધર્મેન્દ્રની આંખ ખુલી તો પત્ની પલંગ પર નહોતી. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે તે ઘરના જ કોઈ ભાગમાં હશે, પરંતુ તેની શોધખોળ કરતા તે ક્યાંય મળી આવી નહોતી. જ્યારે ઘરની તિજોરી અને કબાટ તપાસવામાં આવ્યા ત્યારે રોકડ અને ઘરેણાં ગાયબ હતા. વરરાજા પક્ષનો આરોપ છે કે આ લગ્ન માત્ર એક બહાનું હતું અને તેનો અસલી હેતુ ઘરમાં ચોરી કરીને ભાગવાનો જ હતો, જે આખું આયોજનપૂર્વક કરવામાં આવ્યું હતું.

પરિવારનો પલટવાર અને પોલીસની તપાસ

આ મામલામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે દુલ્હનના પિયરિયાઓએ સાસરિયા પક્ષ પર પલટવાર કર્યો. યુવતીના પરિવારનું કહેવું છે કે તેમની દીકરી પોતાની મરજીથી ક્યાંય ગઈ નથી, પરંતુ સાસરિયાઓએ જ તેને ગાયબ કરી દીધી છે.

ગાયઘાટ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, બંને પક્ષો તરફથી અરજી મળી છે અને પોલીસ તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો પ્રેમ પ્રકરણ (Love Affair) સાથે જોડાયેલો હોવાનું લાગી રહ્યું છે. હાલ પોલીસ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ફરાર દુલ્હનની શોધખોળ કરી રહી છે. આ ઘટનાથી વરરાજા અને તેનો પરિવાર ભારે સદમામાં છે.

આ પણ વાંચોઃ 19 મિનિટ 34 સેકન્ડનો વાયરલ વીડિયો: જાણો કેવી રીતે લોકો બની રહ્યા છે સાયબર ક્રાઈમનો શિકાર

આ પણ વાંચોઃ નર્મદામાં રોડ, પાણી, રોજગારી અને પેટ્રોલ-ડીઝલ મુદ્દે ચૈતર વસાવાની કલેક્ટર સમક્ષ રજૂઆત

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button