ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

ટ્રમ્પ જોતા રહી ગયા ને પુતિન-જિનપિંગે અબજોના સોદા પર કર્યા હસ્તાક્ષર!

મોસ્કો, 3 સપ્ટેમ્બર, 2025: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વારંવાર રશિયા પર પ્રતિબંધો લગાવવાની ધમકીઓ વચ્ચે વ્હાલ્દિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે મોટો સોદો થયો છે. SCO સંમિટ બાદ રશિયાએ મોંગોલિયાના માર્ગે ચીનને નેચરલ ગેસ મોકલવામાં આવનાર સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદો લાંબા સમયથી અટકી ગયો હતો.

જિનપિંગના નિવાસસ્થાને ચીન-રશિયા વચ્ચે થયો સોદો

વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગે મંગળવારે (2 ઓગસ્ટ, 2025) કલાકોની વાતચીત પછી મંગોલિયાના રાષ્ટ્રપતિને મળ્યા હતા. શી જિનપિંગના નિવાસસ્થાને, ત્રણેય નેતાઓએ ચા પીધી અને આ બાબતે ઔપચારિક વાતચીત કરી હતી. તે વિશ્વના નવા રાજકારણમાં બે શક્તિશાળી નેતાઓ વચ્ચે એકતાનું પ્રદર્શન હતું, જેમણે ટ્રમ્પના નાક નીચે આટલો મોટો સોદો કર્યો અને તેઓ કંઈ કરી શક્યા નહીં.

સીએનએનના અહેવાલ મુજબ, રશિયન રાજ્ય માલિકીની ઊર્જા કંપની ગેઝપ્રોમે જાહેરાત કરી છે કે પાવર ઓફ સાઇબિરીયા-2 ગેસ પાઇપલાઇનના બાંધકામ પર મંગળવારે (2 સપ્ટેમ્બર, 2025) કાયદેસર રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે વર્ષોથી તે એક યા બીજા કારણોસર મુલતવી રાખવામાં આવી રહ્યું હતું.

ચીન યુરોપ કરતાં મોટો ગેસ ખરીદનાર બનશે

આ સોદો પુતિન માટે એક મોટી જીત છે, જેમણે યુરોપને બદલે ચીનને પોતાનો મુખ્ય ગેસ ખરીદનાર બનાવ્યો છે. આ સોદો ટ્રમ્પ માટે હાર તરીકે પણ જોવામાં આવી રહ્યો છે કારણ કે તે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયન આયાતમાં ઘટાડો કરવા માટે સતત દબાણ કરી રહ્યા છે.

આ સોદા હેઠળ, પશ્ચિમ રશિયાથી ઉત્તરીય ચીનને વાર્ષિક 50 અબજ ઘન મીટર ગેસ પૂરો પાડવામાં આવશે. વિશ્લેષકો કહે છે કે આ યુરોપને થતી ગેસ નિકાસના લગભગ અડધા ભાગને વળતર આપી શકે છે.

રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, ગેઝપ્રોમ કંપનીના સીઈઓ એલેક્સી મિલરે જણાવ્યું હતું કે આ સોદામાં 30 વર્ષના પુરવઠા પર સંમતિ સધાઈ છે અને ચીનને આપવામાં આવનાર ગેસની કિંમત યુરોપથી લેવામાં આવતી કિંમત કરતા ઓછી હશે. તેમણે કહ્યું કે આ વિશ્વનો સૌથી મોટો અને સૌથી નફાકારક ગેસ પ્રોજેક્ટ હશે.

આ પણ વાંચોઃ એશિયન અને યુએસ માર્કેટ પાછળ ભારતીય ઇક્વિટી નરમ, પ્રારંભિક વધારા બાદ પીછેહટ 

Back to top button