એશિયન અને યુએસ માર્કેટ પાછળ ભારતીય ઇક્વિટી નરમ, પ્રારંભિક વધારા બાદ પીછેહટ

મુંબઇ, 3 સપ્ટેમ્બર, 2025: એશિયન અને અમેરિકન માર્કેટમાં ધોવાણને પગલે આજે ભારતીય ઇક્વિટી માર્કેટમાં પ્રારંભિક વધારો ધોવાયો હતો. નિફ્ટી પાછલા બંધ 24,635 સામે 28 પોઇન્ટ વધીને 24,600 ઉપર 24,653 પર ખુલી હતી અને હાલમાં 12 પોઇન્ટ નરમ ચાલી રહી છે. જ્યારે સેન્સેક્સ પાછલા બંધ 80,364 સામે 156 ઉપર ખુલીને હાલમાં 15 પોઇન્ટ નીચે ચાલી રહ્યો છે. આજે બજારની નજર જીએસટી કાઉન્સિલની યોજનારી બેઠક પર રહેશે. નિષ્ણાતોના અનુસાર જીએસટીની બેઠક બજારની આગળની ચાલ નક્કી કરશે.
GST સ્લેબમાં ફેરફાર થઈ શકે છે, જેના કારણે કેટલીક વસ્તુઓ 5% અને કેટલીક 18% સ્લેબ હેઠળ આવી શકે છે. દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટી આજે સવારે 9.06 કલાકે 22 પોઇન્ટ નરમ ક્વોટ થયો હતો.
એશિયન માર્કેટ
એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઇ 225 ઘટ્યા મથાળે ખુલ્યો હતો. જે 0.24 ટકા તૂટ્યો છે. જ્યારે બ્રોડર ટોપીક્સ 0.55 ટકા ઘટ્યો હતો. જ્યારે કોસ્પી ફ્લેટ રહ્યો હતો પરંતુ કોસડેક 0.48 ટકા ઘટ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એસએન્ડપી/એએસએક્સ 200 ઇનડેક્સ 0.41 ટકા તૂટ્યો હતો.
અમેરિકન માર્કેટ
ગઇકાલે વોલસ્ટ્રીટમાં મિશ્રણ વલણ જોવા મળ્યું હતું. જમાં એસએન્ડપી 500 અને નાસડેક કંપોઝિટએ નવા ઓઇલટાઇમ હાઇ મથાળા હાંસલ કર્યા હતા. એસએન્ડપી 500 ઇન્ડેર્સ 0.07 ટકા અને નાસડેક 0.18 ટકા વધ્યો હતો. જોકે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.7 ટકા ઘટીને બંધ આવ્યો હતો.
આજે ઘોષિત થનાર પરિણામો
બોરોસિલ રિન્યુએબલ્સ, ઇરોસ ઇન્ટરનેશનલ મીડિયા અને ટેઇલરમેડ રિન્યુએબલ્સ 3 સપ્ટેમ્બરના રોજ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરશે.
ફોકસમાં રહેનારા શેર
TCS – સાત વર્ષના, 550 મિલિયન યુરોના સોદા હેઠળ, TCS એ તેના ત્રણ મુખ્ય બજારો (ડેનમાર્ક, સ્વીડન અને નોર્વે)માં વ્યવસાયને સરળ બનાવવા અને ટેકનિકલ પરિવર્તન લાવવા માટે ટ્રાયગ સાથે ભાગીદારી કરી છે.
ઇન્ડસ ટાવર્સ – બોર્ડે નાઇજીરીયા, યુગાન્ડા અને ઝામ્બિયાથી શરૂ કરીને આફ્રિકન બજારોમાં કંપનીના પ્રવેશને મંજૂરી આપી છે.
વેરીએ એનર્જીઝ – બોર્ડે કંપનીને કોટસન્સમાં રૂ. 192 કરોડમાં 64% હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે. આ પછી, કોટસન તેની પેટાકંપની બનશે.
PNC ઇન્ફ્રાટેક – કંપની વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિકાસ માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની તરીકે ઉભરી આવી છે.
અદાણી પાવર – કંપનીને મધ્યપ્રદેશના સિંગરૌલીમાં ધીરૌલી ખાણમાં કામગીરી શરૂ કરવા માટે કોલસા મંત્રાલય તરફથી મંજૂરી મળી છે.
યસ બેંક – કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)એ સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDFC ફર્સ્ટ બેંક અને કોટક મહિન્દ્રા બેંક પાસેથી યસ બેંકમાં હિસ્સો ખરીદવાની મંજૂરી આપી છે.
E2E નેટવર્ક્સ – કંપનીને ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય તરફથી એક પત્ર મળ્યો છે, જેમાં GNANI AIને 360 દિવસના સમયગાળા માટે H200 SXM અને H100 SXM GPU ફાળવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જે ભારતના પાયાના AI મોડેલના નિર્માણ માટે કુલ 1,29,94,560 GPU કલાકની સમકક્ષ છે. આ ઓર્ડરનું મૂલ્ય આશરે રૂ. 177 કરોડ છે.
આ પણ વાંચોઃ સિંગાપુરના વડાપ્રધાન વોંગ ભારતની ત્રણ દિવસીય યાત્રાએ, આર્થિક સંબંધોને મજબૂત કરવા પર મુકાશે ભાર












