અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં સાયકો કિલર હત્યારો ઝડપાયો, બર્થ-ડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો કરી યુવકની કરી હતી હત્યા

ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે યુવકની હત્યા કરનાર સાયકો કિલર ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાયકો કિલર વિપુલ પરમારની ધરપકડ કરી છે. નોંધનીય છે કે અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક-યુવતી મોડી રાત્રે પોતાના બર્થ ડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી.

શહેરના સરદાર નગર વિસ્તારમાં રહેતા એક યુવકનો જન્મદિવસ હોવાથી તે પોતાની એક યુવતી સાથે અંબાપુર નજીક કેનાલ પાસે બર્થડે મનાવવા ગયો હતો. આ દરમિયાન, કેટલાક લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો. લૂંટના ઇરાદે આવેલા આ અજાણ્યા શખ્સોએ યુવકને છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી હતી. આ ઘટના બાદ યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં કારમાંથી મળી આવી હતી. યુવતીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

નોંધાયેલ ફરિયાદ અનુસાર, અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી એક યુવતી તેના મિત્ર વૈભવ શંકર મનવાણી (ઉં.25) સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઈ હતી તે દરમ્યાન લૂંટ અને હુમલાનો બનાવ બન્યો હતો. મિત્ર વૈભવના જન્મદિવસની ઉજવણી માટે યુવતી અમદાવાદના સિંધુભવન રોડ પર ગઈ હતી. ત્યાંથી અન્ય બે મિત્રોને ઉતારીને યુવતી અને વૈભવ તપોવન સર્કલ પાસે મેટ્રોના કેબલ બ્રિજ નજીક સર્વિસ રોડ પરની નર્મદા કેનાલની બાજુમાં વાતચીત કરી રહ્યા હતાં. વૈભવને બચાવવા વચ્ચે પડેલી યુવતીને પણ ત્રણ જેટલા ઘા વાગ્યા હતા. આ હુમલાથી ગભરાઈને યુવતીએ પોતાનો અને વૈભવનો મોબાઈલ, ઘડિયાળ, પર્સ સહિત 52 હજારનો મુદ્દામાલ લૂંટારાને આપી દીધો હતું. લૂંટારો વૈભવની સ્કોડા કાર લઈને ભાગી ગયો, પરંતુ થોડે દૂર કાર બંધ થઈ જતાં તેને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો.

 

Back to top button