વડોદરામાં 8.28 કરોડનું સોનું ચોરી, દુકાનદાર જ મુખ્ય સૂત્રધાર

Gold Theft Gang Busted : વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબિકા જ્વેલર્સમાંથી 8.28 કરોડ રૂપિયાના સોનાની ચોરીનો ભેદ ખુલ્યો છે. સૌથી મોટો ખુલાસો એ છે કે આ આખો ખેલ દુકાનના માલિક ભાવિક સોનીએ જ રચ્યો હતો.
દુકાનના માલિકે જ બનાવ્યો પ્લાન
ડાકોરના રહીશ ભાવિકે મુંબઈની શુગન ગોલ્ડ કંપની પાસેથી સાડા પાંચ કિલો સોનું મંગાવ્યું હતું.11 ઓક્ટોબરે જ્યારે મેનેજર વોશરૂમમાં ગયો ત્યારે ત્રણ વ્યક્તિઓ બંને બેગ ઉપાડીને સ્કૂટર પર ફરાર થઈ ગયા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ભાવિકે જ દુકાનની ચાવી પાણીના જગ પાસે મૂકી હતી અને પોતાના સાથીઓને અંદર મોકલ્યા હતા.
આરોપીઓની યાદી
1. ભાવિક દિપેશકુમાર સોની (નવો કુંભારવાડો, ડાકોર – અંબિકા જ્વેલર્સનો સંચાલક અને મુખ્ય સૂત્રધાર)
2. મહેશ કાશીરામ ભરવાડ (દરજીપુરા આરટીઓ – સૂત્રધાર અને ગેંગ વચ્ચે સંકલન, અપહરણ-દારૂ સહિત ત્રણ ગુના)
3. દીપક રમેશ વાઘેલા (પટેલપાર્ક, વારસિયા – બેગ ઉઠાવી જનાર, મારામારી-અપહરણના બે ગુના)
4. જયેશ કાલકાપ્રસાદ કહાર (સાંઈમાલા એપાર્ટમેન્ટ, કિશનવાડી – બેગ ઉઠાવી જનાર, હત્યાનો પ્રયાસ-હુલ્લડ સહિત 8 ગુના)
5. રાહુલ હનુ મીર (અયોધ્યા નગર, ખોડિયારનગર – બેગ ઉઠાવી જનાર, મારામારીના બે ગુના)
6. સાજન મધુસુદન ભોઈ (જમના રેસિડેન્સી, બાપોદ – ફાર્મ ભાડે રાખ્યું, ખૂનનો પ્રયાસ-ચોરી સહિત 8 ગુના)
7. સાગર કૈલાસ વાઘેલા (પાણીગેટ કુંભારવાડા – બાઈક પર હાલોલ ગયો અને ભાગબટાઈ કરી, લૂંટ-ચોરી-ખૂનનો પ્રયાસ સહિત 12 ગુના)
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સોનાની શોધખોળ ચાલુ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ એસીપી ડી.જે. ચાવડા અને પીઆઈ બી.ડી. જીતિયાની ટીમે સીસીટીવી અને મોબાઈલ સર્વેલન્સના આધારે સાત આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 2 કિલો 376 ગ્રામ સોનું (3.11 કરોડ રૂપિયાનું) કબજે કરવામાં આવ્યું છે. બાકીના 5..17 કરોડના સોનાની શોધખોળ ચાલુ છે.
આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર ભાવિક સોની સહિત મહેશ ભરવાડ, દીપક વાઘેલા, જયેશ કહાર, રાહુલ મીર, સાજન ભોઈ અને સાગર વાઘેલાનો સમાવેશ થાય છે. મોટાભાગના આરોપીઓ પાસે અગાઉના ગુનાના કેસો પણ નોંધાયેલા છે. પોલીસે ત્રણ આરોપીઓને રિમાન્ડ પર લીધા છે.
આ પણ વાંચો : કાલુપુર સ્ટેશનના ચાર પ્લેટફોર્મ દિવાળી પહેલાં ફરી શરૂ થવાની શક્યતા












