ટ્રેન્ડિંગનેશનલ

‘સ્પેશ્યલ ક્લાસ માટે આવ…’ પ્રોફેસરે વિદ્યાર્થિનીને ઘરે બોલાવી કરી શરમજનક હરકત

કર્ણાટકઃ 8 ઓક્ટોબર, 2025: Bengaluru Crime: બેંગલુરુની એક જાણીતી ખાનગી કોલેજના પ્રોફેસર વિરુદ્ધ ચોંકાવનારો આરોપ લાગ્યો છે. પ્રોફેસરે એક વિદ્યાર્થિનીને અભ્યાસ અને હાજરી (Attendance)માં મદદ કરવાના બહાને પોતાના ઘરે બોલાવી અને ત્યારબાદ તેની સાથે છેડતી કરી. પોલીસ દ્વારા આરોપી પ્રોફેસરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઓછા માર્ક્સ અને હાજરીનો ફાયદો આપવાની લાલચ

મળતી માહિતી મુજબ, પ્રોફેસરે બેચલર ઑફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (BCA)ની વિદ્યાર્થિનીને ‘સ્પેશિયલ ક્લાસ’ના નામે પોતાના ઘરે બોલાવી હતી. તેણે વિદ્યાર્થિનીને અભ્યાસમાં મદદ કરવા અને ઓછી હાજરીના મુદ્દામાં ફાયદો કરાવવાનો વાયદો કર્યો હતો. એટલું જ નહીં, પ્રોફેસરે વિદ્યાર્થીનીની માતા સાથે પણ વાત કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો.

વિદ્યાર્થિની 25 સપ્ટેમ્બરે પ્રોફેસરના ઘરે ગઈ, ત્યારે તેણે જોયું કે પ્રોફેસરના પરિવારનો કોઈ સભ્ય ઘરે હાજર નહોતો.

ઘર પર છેડતી અને ધમકીના આરોપ

વિદ્યાર્થિનીએ આરોપ લગાવ્યો કે, ઘરમાં એકલા જોઈને પ્રોફેસરે તેની સાથે છેડતી કરી. પ્રોફેસરે કથિત રીતે વિદ્યાર્થિનીને કહ્યું કે જો તે તેની બધી વાત માનશે, તો તેને સારા માર્ક્સ અને હાજરીમાં લાભ મળશે. પ્રોફેસરના આ વર્તનથી ડરી ગયેલી વિદ્યાર્થિની તરત જ પોતાના ઘરે પાછી ફરી.

ઘરે પહોંચીને, વિદ્યાર્થિનીએ આખી ઘટના પોતાના માતા-પિતાને જણાવી. ત્યારબાદ વિદ્યાર્થિનીના પરિવારે તિલક નગર પોલીસ સ્ટેશનમાં પ્રોફેસર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે પ્રોફેસરને યૌન ઉત્પીડનના આરોપ હેઠળ ધરપકડ કરીને મામલે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ખાતામાં પૈસા ન હોવા છતાં UPI ચૂકવણી શક્ય: આ એપ્લિકેશન આપે છે ખાસ સુવિધા

આ પણ વાંચોઃ અમદાવાદમાં ગેરકાયદેસર ક્લિનિકલ ટ્રાયલનો “ગંદો” ધંધો

Back to top button