બિહારમાં રેલી દરમિયાન પ્રશાંત કિશોરની લથડી તબિયતઃ હોસ્પિટલમાં કરાયા દાખલ

બિહારઃ 18 જુલાઈ, 2025: Prashant Kishore Injured: બિહારના આરામાં જન સુરાજ કાર્યક્રમ દરમિયાન પ્રશાંત કિશોરની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને સારવાર માટે આરાની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આરામાં રેલી દરમિયાન તેમને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી. જોકે, હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે, પરંતુ તેમને ડૉકટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
ધક્કામક્કી દરમિયાન થઈ ઈજા
પ્રશાંત કિશોર અરાના વીર કુંવર સિંહ સ્ટેડિયમમાં જન સૂરાજના બિહાર બદલાવ સભા કાર્યક્રમને સંબોધવા આવ્યા હતા. કલાકો સુધી રાહ જોયા પછી, પ્રશાંત કિશોર બાબુ વીર કુંવર સિંહની ભૂમિ પર પહોંચ્યા. સભાને સંબોધતા પહેલા, પ્રશાંત કિશોરને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો લાગ્યો અને તેઓ સભાને સંબોધન કર્યા વિના જ બહાર નીકળી ગયા. તેમને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા.
प्रशांत किशोर जी को सीने में चोट लगी है जिसके कारण वो असहज महसूस कर रहे हैं
हम ईश्वर से उत्तम स्वास्थ्य की प्रार्थना करते हैं🙏🏻🙏🏻 pic.twitter.com/huBQcv1X75— Deepak Thakur 🇮🇳 (@deepakkr_thakur) July 18, 2025
હાલ કેવી છે પ્રશાંત કિશોરની સ્થિતિ?
મળતી માહિતી મુજબ, ભીડમાં ધક્કામુક્કી અને દબાણને કારણે તેમને છાતીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. જોકે, હવે તેમની સ્થિતિ સારી છે. જન સૂરાજના કાર્યકરો અને સમર્થકો હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં હાજર છે. દરેક વ્યક્તિ પ્રશાંત કિશોરના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ BISની મહત્વની જાહેરાત, 9 કેરેટ સોનામાં પણ હોલમાર્કનો નિયમ લાગુ કર્યો
આ પણ વાંચોઃ સંસદના આગામી સત્ર માટે ભાજપે બનાવી વ્યૂહનીતિઃ રાજનાથ સિંહના આવાસ પર શાહ-નડ્ડા સહિતના નેતાઓનું મંથન












