ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

96 ટકા દેશોમાં વસ્તી ઘટવા લાગશે, ત્યારે દુનિયામાં જન્મનાર પ્રત્યેક બીજું બાળક આફ્રિકન હશે

વૉશિંગ્ટન ડીસી, 5 જૂન, 2025: Population report આગામી 25 વર્ષમાં 75 ટકા દેશો અને 75 વર્ષમાં 96 ટકા દેશોમાં વસ્તી સંતુલન ખોરવાઈ જવાનું જોખમ ઊભું થશે. હકીકતે દુનિયા વસ્તી વધારાની સમસ્યાના ગાળામાંથી બહાર નીકળી ગઈ છે. 20મી સદીમાં દુનિયાની વસ્તીમાં ઘણો ઝડપી વધારો થયો હતો. every second child born in the world will be African

20મી સદીના પ્રારંભે અર્થાત 1901માં વિશ્વની વસ્તી 1.6 અબજ હતી તે હાલ 8 (આઠ) અબજે પહોંચી ગઈ છે. પરંતુ નિષ્ણાતો માને છે કે, વસ્તી વધારાની માત્રાનું સર્વોચ્ચ સ્તર હવે નજીક છે અને ત્યારપછી અનેક દેશોમાં વસ્તીમાં ઘટાડો શરૂ થશે. આ ઘટાડો શરૂ થયા બાદ કેટલાક દેશોમાં તો સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો વકરશે. એ દેશોમાં વૃદ્ધ નાગરિકોની સંભાળ રાખી શકે એવા યુવાનોની સંખ્યા સાવ ઓછી થઈ જશે.

હકીકતે આ અંગે વૉશિંગ્ટનસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુશન (IHME)ના અંદાજ મુજબ આગામી 25 વર્ષમાં અર્થાત 2050 સુધીમાં દુનિયાના 75 ટકા દેશોમાં જન્મદર રિપ્લેસમેન્ટ લેવલથી ઓછો થઈ જશે. અર્થાત જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ ખોરવાઈ જશે. આવું થવાનું કારણ એ હશે કે, મોટાભાગના દંપતીઓ બે બાળકોને નહીં પણ એક જ બાળકને જન્મ આપશે અને બીજા અનેક દંપતીઓ તો એકપણ બાળકને જન્મ નહીં આપે, તેઓ નિઃસંતાન રહેવાનું પસંદ કરશે.

IHMEના અંદાજ મુજબ, આ સંજોગોમાં 2050 સુધીમાં 75 ટકા દેશોમાં જન્મ અને મૃત્યુદરનું સંતુલન ખોરવાઈ જશે અને ત્યારપછીના બીજા 50 વર્ષ અર્થાત વર્ષ 2100 સુધીમાં દુનિયાના 96 ટકા દેશોમાં આ સંતુલન ખોરવાઈ જશે. જોકે, આ અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે, આજથી 75 વર્ષ પછી પણ નાઈજર, ટોંગા, સોમાલિયા તથા તજિકિસ્તાન જેવા કેટલાક દેશોમાં જન્મદરનું 2.1નું પ્રમાણ જળવાઈ રહેશે.

આ અભ્યાસની સાથે સાથે દુનિયાની સરકારોને અપીલ પણ કરવામાં આવી છે કે, જન્મદરમાં એકાએક ઘટાડો અટકાવવા માટે અત્યારથી પગલાં લેવામાં આવે. અભ્યાસ કરનાર સંસ્થાનું માનવું છે કે, વસ્તીમાં એકાએક ઘટાડો થવાથી અર્થતંત્ર ઉપર પણ અસર પડી શકે છે.

અભ્યાસનું એક રસપ્રદ તારણ એ છે કે, આફ્રિકાના દેશોમાં વર્ષ 2100 સુધીમાં દુનિયાના અડધો અડધ બાળકો જન્મ લેતાં હશે. અર્થાત તે સમયે દુનિયામાં જન્મ લેનાર પ્રત્યેક બીજું બાળક આફ્રિકન દેશોનું હશે. તેની સામે જાપાન, દક્ષિણ કોરિયા અને રશિયા જેવા દેશોમાં વસ્તી ઝડપથી ઘટી જવાની સંભાવના હોવાથી આ દેશોએ તેમની ઈમિગ્રેશન નીતિ હળવી કરવી જોઈએ તેવી પણ અહેવાલમાં સલાહ આપવામાં આવી છે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ ગયા વર્ષે વસ્તી અંગે એક અંદાજ જારી કરવામાં આવ્યો હતો. તેમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી કે, વર્ષ 2080 પછી ભારતમાં વસ્તીવૃદ્ધિ દર ઘટવા લાગશે.

આ પણ વાંચોઃ ઈન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને હાઈકોર્ટે જામીન આપ્યા, તેની સુરક્ષા કરવા પોલીસને આદેશ

આ પણ વાંચોઃ ઇન્ડસ્ટ્રિયલ એક્સટેન્શન કોટેજ/ હાથશાળ-હસ્તકલાનાં હજારો કારીગરોએ 3 વર્ષમાં 124 કરોડની વસ્તુઓનું વેચાણ કર્યું

આ પણ વાંચોઃ શું એલન મસ્કે વૉટ્સએપનો વિકલ્પ તૈયાર કરી દીધો? જાણો શું જાહેરાત કરી?

આ પણ વાંચોઃ લક્ષ્મીજી ત્રણ દિવસ સુધી ચાંલ્લો કરવા આવ્યા પણ ભાઈએ ફોન ન ઉપાડ્યો, જાણો પછી શું થયું?

આ પણ વાંચોઃ અગ્રણી મીડિયાકર્મીઓને વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન એનાયત

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button