અગ્રણી મીડિયાકર્મીઓને વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ પત્રકાર સન્માન એનાયત

અમદાવાદ, 2 જૂન, 2025: Media persons conferred Devarshi Narad Journalist Award વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા મીડિયા ક્ષેત્રના પાંચ અગ્રણી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. શહેરમાં રવિવારે સવારે યોજાયેલા એક ભવ્ય સમારંભમાં આ અગ્રણી મીડિયાકર્મીઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા તેમની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારંભ આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ પ્રચાર પ્રમુખ પ્રદીપજી જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમારંભ ગુજરાત યુનિવર્સિટી નજીક નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત (KCG) ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં જે પત્રકાર બંધુઓને દેવર્ષિ નારદ પત્રકાર સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં તેમાં – પરાગ દવે (પ્રિન્ટ મિડિયા), દીક્ષિત સોની (ઇલેક્ટ્રોનિક મિડિયા), મનોજ કારીયા (વેબ મિડિયા), RJપૂજા (રેડિયો જર્નાલિઝમ) તથા કૃષ્ણકાંત ઉનડકટ (વિશેષ સન્માન)નો સમાવેશ થાય છે.
આ અવસરે પ્રદીપજી જોશીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે, નારદજીએ ક્યારેય જનસ્તુતિની વાત નથી, જનસ્તુતિ એટલે જનતાને જે સારું લાગે તે આપવું. પરંતુ નારદજીના બધા જ પ્રસંગોમાં જનહિતની જ વાત થઈ છે. નારદજી ખૂબ જ વ્યાપક સંપર્ક રાખતા હતા અને વ્યાપક દૃષ્ટિથી તે પ્રત્યેક વસ્તુને જોતા હતા. નારદજી આજે પણ આપણી સામે એક આદર્શ તરીકે છે. તેમણે કહ્યું કે, જનહિતનું કામ જે લોકોને કરવું છે તેમણે સમાજના સાતત્ય સાથે સારા વિષય લઈને કામ કરવાવાળો વર્ગ નિર્માણ કરવાની દૃષ્ટિથી વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષી નારદ સન્માનની કલ્પના કરવામાં આવી છે. આજે દેશભરમાં આની આવશ્યકતા પણ છે. સમાજની સામે જે અલગ અલગ પ્રકારના સંઘર્ષ અત્યારે દેખાય છે એવા સમયમાં જનપ્રબોધન અતિઆવશ્યક છે. પત્રકારત્વ આજે વિચારવાની દિશા નક્કી કરે છે પરંતુ આ કાર્ય પ્રમાણિકતાથી નથી થઇ રહ્યું. આજે આપણી વિચારવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવામાં આવે છે.

આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલે કહ્યું કે, જવાબદાર પત્રકારત્વ એટલે શું? તો વિશ્વ સંવાદમાં જેનું કેન્દ્ર હોય એ જવાબદાર પત્રકારત્વ. સંવાદિતાનું પત્રકારત્વ, સ્વતંત્રતાનું પત્રકારત્વ, આત્મસન્માનનું પત્રકારત્વ, સ્વતંત્ર વાણીનું પત્રકારત્વ. જ્યાં રાષ્ટ્રહિત, સાંસ્કૃતિક સંરક્ષણ, સકારાત્મક ભૂમિકા, જનચેતનાનાં કામો અને મૂલ્યોના રક્ષણ કાજે જે પોતાના વ્યવસાયને સમર્પિત હોય અને રાષ્ટ્રીય પત્રકારત્વ તરીકે આપણે મૂલવીએ છીએ.
દેવર્ષિ નારદ પત્રકાર સન્માનના કાર્યક્રમની શરૂઆતમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ આ પ્રસંગે મહેમાનોનું સ્વાગત કરતાં વિશ્વ સંવાદ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ ઠાકરે નારદ જયંતીએ પત્રકારોનું સન્માન શા માટે તે વિશે જણાવ્યું હતું. કાર્યક્રમના અંતમાં પ્રદીપભાઇ જૈન (ટ્રસ્ટી, વિશ્વ સંવાદ કેન્દ્ર) દ્વારા આભારવિધિ કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ જયમીનભાઈ ગજ્જર, કર્ણાવતી મહાનગરના મા. સંઘચાલક મહેશભાઈ પરીખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ શું કોરોના વેક્સિનના નામે નવું કૌભાંડ શરૂ થયું? જુઓ વીડિયો
આ પણ વાંચોઃ UPSCએ નવું ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ રજૂ કર્યું
આ પણ વાંચોઃ વાહ નેતાજી વાહ! વીજળી બચાવવા માટે આ નેતા જૂન મહિનામાં AC કે ફ્રીજ વાપરશે નહીં, પાર્કમાં ટેંટ લગાવીને રહેશે
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>











