ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

PMOનું નામ હવે ‘સેવા તીર્થ’, મોદીએ કહ્યું- અમે સત્તાથી સેવા તરફ આગળ વધ્યા

કેન્દ્ર સરકારે વડાપ્રધાન કાર્યાલય (PMO) નું નામ બદલી કાઢ્યું છે. હવે પીએમઓનું નામ સેવા તીર્થ કર્યું છે. જ્યારે દેશભરના રાજ્ય ભવનનું નામ લોક ભવન થશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું- સત્તાથી સેવા તરફ આગળ વધી રહ્યા છીએ. આ બદલાવ વહીવટી નહીં, પણ સાંસ્કૃતિક છે. સાર્વજનિક સંસ્થાઓમાં મોટો બદલાવ થઈ રહ્યો છે.

આ પહેલાં કેન્દ્ર સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કર્યું હતું. ત્યાં જ, પ્રધાનમંત્રી આવાસ હવે લોક કલ્યાણ માર્ગ કહેવાય છે. પ્રધાનમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન પહેલાં રેસ કોર્સ રોડ કહેવાતું હતું, જેને 2016માં બદલવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ચર્ચામાં આ નામનો હવાલો આપવામાં આવ્યો હતો. રાજ ભવન નામ વસાહતી માનસિકતા દર્શાવે છે. તેથી, રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોની ઓફિસોને હવે લોક ભવન અને લોક નિવાસના નામથી ઓળખવામાં આવશે.

Back to top button