‘નક્સલવાદ ખતમ, હવે માનસિક નક્સલીઓથી સાવધાન રહો’, PM મોદી
એકતા નગરના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન PM મોદીએ કહ્યું કે, સરદાર પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ દેશનું બંધારણ બનાવતી વખતે સત્તા પક્ષ અને વિપક્ષની વ્યવસ્થા ઊભી કરી હતી. તેમણે આ વ્યવસ્થાનું મહત્વ પણ સમજાવ્યું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેમણે કહ્યું કે, લોકશાહીમાં વિપક્ષની જવાબદારી સરકારની નીતિઓનો વિરોધ કરવાની છે. પરંતુ અફસોસની વાત છે કે અત્યારે દેશનો વિપક્ષ પોતાની ફરજ ભૂલીને વિરોધ પક્ષને બદલે અવરોધ પક્ષ બની ગયો છે. પોતાની હતાશા અને નિરાશામાં આ લોકો દેશના વિકાસના માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા છે. આ વિરોધ નથી, પરંતુ અવરોધ છે. તેમણે આને જ પોતાની રાજનીતિ બનાવી દીધી છે. આ લોકો બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
ભારત વિરોધી શક્તિઓથી સાવચેત રહેવાની જરૂર: PM મોદી
PM મોદીએ કહ્યું કે, આ શક્તિઓ સતત દેશમાં ભાગલા પાડવાનું ષડયંત્ર રચી રહી છે. ભારત માતાનાં સંતાનોને એકબીજાથી અલગ પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા એક દાયકાની હતાશા હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે વિદેશમાં કોણ કોને મળી રહ્યું છે, ભારત વિરોધી શક્તિઓ કોને સમર્થન આપી રહી છે અને કોણ ભારતના દુશ્મનોની ભાષા બોલી રહ્યું છે. આવી શક્તિઓનો સામનો કરવા માટે આપણે સૌએ એકજૂથ થવું પડશે. PM મોદીએ સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશવાસીઓએ સાથે મળીને આવી પ્રવૃત્તિઓનો સામનો કરવો પડશે.
તેમણે કહ્યું કે, આપણે દૂરના વિસ્તારોમાંથી નક્સલવાદનો અંત લાવ્યો છે, પરંતુ દેશ પરથી હજુ માનસિક નક્સલવાદનો ખતરો ટળ્યો નથી. દેશે માનસિક નક્સલીઓથી હંમેશાં સતર્ક રહેવું પડશે.
ભારત વિરોધી તાકાતો સક્રિય થઈ હતી: PM મોદી
PM મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં દુનિયાએ ઊર્જા સંકટનો સામનો કર્યો છે. અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી પર મર્યાદા મૂકવાની સ્થિતિ ઊભી થઈ હતી. ભારત માટે પણ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે અહીં મોટી વસ્તી છે અને પેટ્રોલિયમનું ઉત્પાદન પણ મર્યાદિત છે, તેથી દેશ સામે મોટું સંકટ ઊભું થઈ શકે છે. તેમણે કહ્યું કે, આવી આશંકાઓ વચ્ચે ભારત વિરોધી શક્તિઓ પણ સક્રિય થઈ ગઈ હતી. જોકે, ભારતની ક્ષમતા અને સામર્થ્યને કારણે વૈશ્વિક ઊર્જા સંકટની અસર દેશના નાગરિકો પર પડવા દીધી નથી.
PM મોદીના જણાવ્યા અનુસાર, આ માત્ર દેશની કૂટનીતિક અને વ્યૂહાત્મક સફળતા નથી, પરંતુ તેમાં દેશવાસીઓની એકતા અને એકજૂથતાની પણ મોટી ભૂમિકા રહી છે. જ્યારે દેશ બાહ્ય પડકારોનો ઉકેલ શોધી રહ્યો હતો, ત્યારે દેશની અંદર પણ કેટલીક શક્તિઓ ખોટી માહિતી અને અફવાઓ ફેલાવીને અસ્થિરતા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, દેશવાસીઓ રાષ્ટ્રની સાથે મજબૂતીથી ઊભા રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ જ દેશની સૌથી મોટી તાકાત અને આપણા આત્મવિશ્વાસનો આધાર છે. PM મોદીએ વધુમાં કહ્યું કે, આજે ભારત પહેલાં કરતાં વધુ સુરક્ષિત અને વધુ સંકલ્પબદ્ધ છે. તેનું એક મોટું કારણ દેશવાસીઓમાં વધેલો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસ દેશની સિદ્ધિઓ અને સરકાર તથા વ્યવસ્થાની સંવેદનશીલતામાંથી આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, ગુજરાતમાં નેટવર્ક ફેલાવવાની હતી તૈયારી
ભારતની છબી ખરાબ કરવાના પ્રયાસો અંગે PMએ વ્યક્ત કરી ચિંતા
PM મોદીએ કહ્યું કે, આજે તેઓ દેશની એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ અંગે વાત કરવા માગે છે. આઝાદી બાદથી દેશમાં ગરીબી દૂર કરવાની વાતો થતી આવી છે. ગરીબી હટાવવાના નામે મત પણ માગવામાં આવ્યા, પરંતુ દેશની ગરીબીની સ્થિતિ સૌ જાણે છે. તેમણે આરોપ લગાવ્યો કે, જેમણે ગરીબી હટાવવાનાં નારાં આપ્યાં, તેઓ પોતે અમીર થતા ગયા. PM મોદીએ ગુજરાતના સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેના દ્વારા રાષ્ટ્રના સાંસ્કૃતિક પુનરુત્થાનની શરૂઆત થઈ હતી. આ વર્ષે આ ઐતિહાસિક કાર્યને પણ 75 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે દેશે સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણી કરી હતી. આજે તેમની 151મી જન્મજયંતી નિમિત્તે કહી શકાય છે કે દેશે એક સંકલ્પ પૂર્ણ કર્યો છે. PM મોદીએ યાદ અપાવ્યું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમણે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી દેશ નક્સલવાદ અને માઓવાદથી મુક્ત નહીં થાય ત્યાં સુધી તેઓ શાંતિથી નહીં બેસે. તેમણે કહ્યું કે, માત્ર એક વર્ષ બાદ દેશે આ સંકલ્પ પૂર્ણ કર્યો છે અને આજે નક્સલવાદનો અંત આવ્યો છે.












