ટ્રેન્ડિંગનેશનલ

‘હું બ્લેન્ક ચેક આપું છું…’ મહિલા આરક્ષણ પર વિપક્ષને PM મોદીએ આપી ઓફર

PM Modi Blank Check Offer: સંસદમાં મહિલા અનામત બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. વિપક્ષ પર આકરા પ્રહારો કરવાને બદલે પીએમ મોદીએ તમામ પક્ષોને નમ્ર અપીલ કરી હતી કે આ બિલને રાજકીય ત્રાજવે ન તોલવામાં આવે. તેમણે વિપક્ષને આ બિલનો સંપૂર્ણ શ્રેય (Credit) લેવાની પણ ઓફર આપી હતી.

‘તમારો ફોટો છપાવવા તૈયાર છું’ – પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ વિરોધ પક્ષોને સંબોધતા કહ્યું કે, “હું તમને બ્લેન્ક ચેક આપી રહ્યો છું. જો તમે ઈચ્છતા હોવ કે આ બિલનો શ્રેય તમને મળે, તો અમે સરકારી ખર્ચે તમારી અને તમારા નેતાઓના ફોટા છપાવવા માટે તૈયાર છીએ. તમે જેમના નામ આપશો તેમના ફોટા અમે છપાવીશું, પણ મહેરબાની કરીને આ બિલને સર્વસંમતિથી પસાર થવા દો.”

સીમાંકન પર કોઈ ભેદભાવ નહીં થાય: PMની ગેરંટી

જ્યારે એક મહિલા સાંસદે સીમાંકન (Delimitation) દરમિયાન રાજ્યો સાથે ભેદભાવની આશંકા વ્યક્ત કરી, ત્યારે પીએમ મોદીએ મક્કમતાથી કહ્યું, “આ મારી ગેરંટી છે કે સીમાંકનમાં કોઈ રાજ્ય સાથે અન્યાય નહીં થાય. બેઠકોનું પ્રમાણ પહેલા જેવું જ જળવાઈ રહેશે.”

‘આ નારી શક્તિનો હક છે, કોઈ ઉપકાર નથી’

વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણે એ ભ્રમમાં ન રહેવું જોઈએ કે આપણે દેશની નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે જે દાયકાઓથી રોકી રાખવામાં આવ્યો હતો. આજે તે ભૂલનું પ્રાયશ્ચિત કરવાનો અને તેમાંથી મુક્તિ મેળવવાનો અવસર છે. તેમણે ચેતવણી આપી હતી કે હવે દેશની મહિલાઓ જાગૃત અને ‘વોકલ’ છે, જો કોઈ પક્ષ આ બિલનો વિરોધ કરશે તો તેને લાંબા સમય સુધી તેની કિંમત ચૂકવવી પડશે. આમાં તેમનો કોઈ રાજકીય સ્વાર્થ નથી, પરંતુ જો વિરોધ પક્ષો અડચણ ઊભી કરશે તો જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

આ પણ વાંચોઃ બંગાળ SIR મામલે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: જેમની અપીલ મંજૂર, તેઓ આપી શકશે મત

આ પણ વાંચોઃ દુષ્ટ બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના ચહેરા અને શરીર પર બળજબરીથી તેના નામના 250 વખત ટેટુ કરાવ્યા!

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button