ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગડકરીના દિલમાં વસે છે આ બે દિગ્ગજ નેતા, મંચ પરથી નામ લેતાં કહી ખાસ વાત

Nitin Gadkari Leaders  : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ (Nitin Gadkari) તાજેતરના એક કાર્યક્રમમાં રાજકારણ અને લોકશાહી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના રાજકીય જીવન સાથે જોડાયેલા અનુભવો પણ શેર કર્યા અને બે એવા નેતાઓના નામ લીધા, જેમનું તેમના હૃદયમાં ખાસ સ્થાન હોવાનું જણાવ્યું.

ગડકરીએ કહ્યું કે તેમના માટે જ્યોર્જ ફર્નાન્ડિસ (George Fernandes) અને અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) બંનેનું સ્થાન ખૂબ જ ખાસ છે. તેમણે જણાવ્યું કે બંને નેતાઓ સાથે તેમને નજીકથી કામ કરવાની અને તેમનું સાનિધ્ય મેળવવાની તક મળી હતી.

જ્યોર્જ ફર્નાન્ડિસ પાસેથી શીખ્યો રાજકારણનો પાઠ

પોતાનો જૂનો અનુભવ યાદ કરતાં ગડકરીએ જણાવ્યું કે તેઓ એક વખત જ્યોર્જ ફર્નાન્ડિસને પૂછ્યું હતું કે તેમની પાર્ટીમાં ઘણા મોટા નેતાઓ હોવા છતાં એકબીજા સાથે કેમ બનતું નથી. તેના જવાબમાં જ્યોર્જ ફર્નાન્ડિસે કહ્યું હતું કે “આ જ તો ડેમોક્રસી (Democracy) છે.”

ગડકરીએ કહ્યું કે આ વાતચીત દરમિયાન તેમને રાજકારણની વાસ્તવિકતા સમજવા મળી. તેમના મતે રાજકારણમાં સ્ટ્રેટેજી (Strategy), વિચારધારા (Ideology) અને પરિસ્થિતિઓ વચ્ચે સતત સંતુલન જાળવવું પડે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે એમ પણ કહ્યું કે ચૂંટણી જીતવી એ પણ રાજકીય સ્ટ્રેટેજીનો મહત્વનો ભાગ છે. જોકે, સ્ટ્રેટેજી અને કન્વિક્શન (Conviction) વચ્ચેનો તફાવત સમજવો પણ એટલો જ જરૂરી છે.

ગડકરીએ મતદારોને પણ આપી ટકોર

કાર્યક્રમ દરમિયાન ગડકરી પોતાના જાણીતા હળવા-ફુલકા અંદાજમાં પણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે માત્ર નેતાઓને જ લોકશાહીની સ્થિતિ માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. મતદાનના દિવસે કેટલાક લોકો મત આપવા જવાને બદલે વિવિધ બહાના કરતા હોય છે અને પછી દેશની સ્થિતિ અંગે સવાલ ઉઠાવે છે.

ગડકરીએ મતદારોને અપીલ કરતાં કહ્યું કે તમે કોઈપણ વ્યક્તિને મત આપો, પરંતુ મતદાન (Voting) જરૂર કરો. તેમના મતે લોકશાહીમાં નાગરિકોની ભાગીદારી સૌથી મહત્વની છે.

“લોકશાહીની સૌથી મોટી સમસ્યા નેતા નહીં, જનતા છે”

નિતિન ગડકરીએ કહ્યું કે લોકશાહીની સૌથી મોટી સમસ્યા માત્ર રાજકીય પક્ષો કે નેતાઓ નથી, પરંતુ જનતા પણ તેની જવાબદાર છે.

તેમણે જણાવ્યું કે જ્યારે લોકો શિક્ષિત બનશે અને જાતિ, પંથ, ધર્મ તથા ભાષાથી ઉપર ઊઠીને સામાજિક, આર્થિક અને શિક્ષણ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારને મત આપશે, ત્યારે લોકશાહીમાં સાચો બદલાવ આવશે.

અંડરવર્લ્ડ વિસ્તારોથી 92 ટકા મત મળ્યાનો દાવો

આ કાર્યક્રમમાં ગડકરીએ પોતાના ચૂંટણી અનુભવ અંગે પણ મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે નાગપુરમાં કેટલાક એવા વિસ્તારો હતા, જેને તેઓ અંડરવર્લ્ડ અથવા રેડ લાઇટ વિસ્તાર (Red Light Area) તરીકે ઓળખાવે છે. તેમના જણાવ્યા મુજબ, આવા વિસ્તારોમાંથી તેમને કુલ મતદાનના આશરે 92 ટકા મત મળ્યા હતા.

જોકે, ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે આનો અર્થ એવો ન લેવો જોઈએ કે તેમનો કોઈ ગુનાહિત તત્વો સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં તેમણે રસ્તાઓ બનાવ્યા અને સામાજિક કાર્યો (Social Work) કર્યા હતા, જેના કારણે તેમને લોકોનું સમર્થન મળ્યું હોવાનું તેઓ માને છે.

આ પણ વાંચો : નીમ કરોલી બાબા-સાઈ બાબા બાદ હવે ખાટૂ શ્યામ પર ફિલ્મ, 2027માં થશે રિલીઝ

Back to top button