ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

ચિકન ખાતા લોકોને થઈ શકે છે આ જીવલેણ બીમારી, રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2025: ચિકન ખાતા લોકો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તાજેતરના એક અભ્યાસે દરરોજ ચિકન ખાનારાઓની ચિંતા વધારી દીધી છે. આ સંશોધનમાં, આહારને સંતુલિત રાખવાનું કહેવામાં આવ્યું છે. આમાં ચિકન ખાનારાઓને ચેતવણી આપવામાં આવી છે.

કોણે કર્યો અભ્યાસ

ઇટાલીના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સંશોધકોના મતે, વધુ પડતું ચિકન ખાવું સ્વાસ્થ્ય માટે જોખમી છે. સંશોધકોના મતે, જે લોકો અઠવાડિયામાં 300 ગ્રામથી વધુ ચિકન ખાય છે તેમને પેટ અને આંતરડા સંબંધિત રોગો અને કેન્સરનું જોખમ વધી શકે છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રેડ મિટ ટાળવું જોઈએ અને ચિકન એક સારો વિકલ્પ છે, પરંતુ આ અભ્યાસથી ચિકન ખાનારાની ચિંતા વધી ગઈ છે.

ચિકન કેમ ખતરનાક છે?

સંશોધકોએ શોધી કાઢ્યું કે વધુ પડતું ચિકન ખાવાથી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ કેન્સર એટલે કે પાચનતંત્રના કેન્સરનું જોખમ વધે છે. તેઓએ 20 વર્ષના સમયગાળા દરમિયાન 4,869 પુખ્ત વયના લોકોના ડેટાનો અભ્યાસ કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે જે લોકો વધુ ચિકન ખાતા હતા તેમને અકાળ મૃત્યુનું જોખમ વધારે હતું.

ખતરો ચિકનની ગુણવત્તામાં છે કે તેને રાંધવાની રીતમાં તે હજુ સ્પષ્ટ થયું નથી. સંશોધકો માને છે કે તેની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવાની જરૂર છે. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત આ અહેવાલમાં, નિષ્ણાતોએ ચિકન ખાવામાં સાવચેત રહેવાનું કહ્યું છે.

Disclaimer: અહીં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ માહિતીનો અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Back to top button