ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

પવન કલ્યાણના પત્નીએ સાઉથના પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરમાં વાળનું દાન કર્યું, જાણો કઈ માનતા પૂરી કરી

તિરુમાલા, 14 એપ્રિલ 2025: આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને સાઉથ સિનેમાના દમદાર એક્ટર પવન કલ્યાણના દીકરાને લઈને તાજેતરમાં મોટા સમાચાર સામે આવ્યા હતા કે સિંગાપુરમાં તેમનો દીકરો દુર્ઘટનાનો શિકાર થઈ ગયો હતો. તેમનો દીકરો આગની ચપેટમાં આવી ગયો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. ત્યાર બાદ પવનના પત્ની અન્નાએ માનતા માગી હતી કે જો તેમનો દીકરો સાજો થઈ જાય તો તેઓ પોતાના વાળનું દાન કરશે. તાજેતરમાં સાઉથ એક્ટરનો દીકરો સહિસલામત ઘરે પરત ફર્યો છે. ત્યારે આવા સમયે હવે માનતા પૂરી થતાં અન્ના કોનિડેલાએ પોતાના વાળને તિરુમાલા મંદિરમાં દાન કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો બોલ્ડ લુક સામે આવ્યો છે.

પવન કલ્યાણનો દીકરો માર્ક શંકર સિંગાપુરમાં એક સમર કેમ્પમાં ગયા હતા. ત્યાં 8 એપ્રિલના રોજ આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં માર્કના હાથ અને પગ પર દાઝી ગયો હતો. પણ હવે તે ઠીક છે. અન્નાએ દીકરાની સલામતીની દુઆ માગી હતી. હવે તેમની દુઆ અને માનતા તિરુમાલા મંદિરમાં પૂરી થયેલી આ માનતાને પૂરી કરવા પહોંચ્યા હતા. જનસેના પાર્ટીની અન્નાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ શેર કરવાની સાથે લખ્યું કે, અન્નાએ પરંપરાને ધ્યાનમાં રાખતા પદ્માવતી કલ્યાણ કટ્ટામાં પોતાના વાળ અર્પણ કર્યા. તેમણે અનુષ્ઠાનમાં પણ ભાગ લીધો. અન્નાએ રીતિ રિવાજોનું પાલન કરતા પોતાના વાળનું દાન કર્યું. તેમણે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો કે તેમનો દીકરો સાજો થઈ ગયો.

રશિયાના રહેવાસી છે અન્ના, 2013માં પવન કલ્યાણ સાથે કર્યા લગ્ન

જો અન્ના લેઝનેવા અને પવન કલ્યાણના લગ્નની વાત કરીએ તો, બંનેએ વર્ષ 2013માં લગ્ન કર્યા. અન્ના રશિયાના રહેવાસી છે અને વ્યવસાયે તેઓ એક મોડલ રહ્યા છે. અન્ના સાથે પવન કલ્યાણના આ ત્રીજા લગ્ન કર્યા છે. તેમને બે સંતાનો પણ છે. અન્નાના બોલ્ડ લુકવાળી તસવીરો આ વાતનો પુરાવો છે કે, તે આસ્થામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે. સાથે જ પરંપરાને પણ ફોલો કરે છે.

આ પણ વાંચો: અક્ષર પટેલને બેવડો ઝટકો લાગ્યો: હાર બાદ BCCIએ એક્શન લીધી, સામે આવ્યું કારણ

Back to top button